________________
श्रामण्योपनिषद्
ઢાળ-૧૦ બ્રહ્મચર્ય દશમો કહોજી, મુનિવર કેરો ધર્મ, સકલ સુકૃતનું સાર છેજી, ઈહ પરભવ લહે શર્મ,
બલિહારી તેહની, શીલ સુગંધા સાધુ. ૧ માત-પિતા ધન તેહનાજી, ધન ધન તસ અવતાર, વિષયવિષે નવિ ધારિયાજી, અનુભવ અમૃત ભંડાર.
બલિહારી) ૨ દારિક વૈક્રિય તણાજી, નવ નવ ભેદ અઢાર, કૃત કારિતને અનુમતેજી, મન-વચ-કાય વિચાર.
' બલિહારી) ૩ સંજ્ઞાદિક યોગે કરીજી, જે હોય સહસ અઢાર, શીલરથ કહીએ તેહનેજી, સજઝાયાદિ વિચાર.
બલિહારી૦ ૪ સમિતિ ગુપ્તિને ભાવતાંજી, ચરણ-કરણ પરિણામ, આવશ્યક પડિલેહણાજી, અહર્નિશ કરે (શહે) સાવધાન.
બલિહારી૫ સામાચારી દશવિધેજી, ઈચ્છાદિક ચક્રવાલ, પદવિભાગ નિશીથાદિકેજી, ઓઘ પ્રમુખ પરનાલ.
બલિહારી૦ ૬ સદાચાર એમ દાખીયેજી, શીલ સરૂપે નામ, એણીપરે ત્રિવિધ જે ધરેજી, તે ગુણ રયણ નિધાન.
બલિહારી) ૭