________________
श्रामण्योपनिषद्
સત્યે સમકિત ગુણ વધે, અસત્યે ભવદુઃખ થાય; સત્ય વદંતા પ્રભુ તણી, આણા નવિ લોપાય રે. મુનિજન સાંભળો૦ ૯ એક અસત્ય થકી જુઓ, રૂલે ચઉગતિ સંસાર; વસુ પર્વત પ્રમુખા બહુ, તેહના છે અધિકાર રે. મુનિજન સાંભળો૦ ૧૦ સત્યપણું ભવિ ! આદરો, સકલ ધર્મનું સાર; જ્ઞાનવિમલ ગુણ આશ્રયી, સમજો શાસ્ત્ર વિચારો રે. મુનિજન સાંભળો૦ ૧૧
ઢાળ-૮
(દૂહા) ભાવ શૌચથી સત્યતા, મનશુદ્ધિ તે હોય; દ્રવ્ય શૌચ સ્નાનાદિકે, પાપ પંક વિ ધોય. ૧ જો જળથી કલિમલ ટળે, તો જલચર વિજીવ; સદ્ગતિ પામે સર્વથા, અવિરતિ તાસ અતીવ. ૨
ઢાળ-૮
શૌચ કહીજે આઠમોજી, મુનિવર કેરો ધર્મ; અંતરમલ નાશે લહેજી પરમ મુક્તિનું શર્મ,
८१
,
સલુણા ! સંયમ ફળ રસ ચાખ,
વિષયાદિક વિષ ફુલડેજી, તિહાં રસીયું મન અલિરાખ.
સલુણા ! ૧