________________
८२
श्रामण्योपनिषद् તીર્થકર ગુરુ સ્વામીનોજી, જીવ અદત્ત ચલે ભેદ; પાવન મન સવિ વિરતિથીજી, ભાવ શૌચ ભવ છેદ.
સલુણા ! ૨ કહણી-રહણી સારિખીજી, જિન વચન અનુસાર; લેશ નહિ જ્યાં દંભનોજી, અહનિશ નિરતિચાર.
સલુણા ! ૩ ભાવે બારહ ભાવનાજી, અનિત્યપણાદિક જેહ; પંચ મહાવ્રતની વળીજી, પણવીસ ભાવે તેહ.
સલુણા ! ૪ જ્ઞાન અભય-વળી જાણીયેજી, ધર્માલંબન દાન; મન-વચનતનુતપત્રિવુંવિધેજી, વિનયભણનમનઠામ.
સલુણા ! પ રાજસ તામસ સાત્વિકેજી, તપ વળી ત્રિવિધ પ્રકાર; તેહમાં સાત્વિક આદરેજી, શ્રદ્ધા ગુણ આધાર.
સલુણા ! ૬ ભક્તપાન ઉપકરણનેજી ગ્રહણ કરે નિર્દોષ; અનાશંસ નિર્માયથીજી, ભાવ શૌચ મલ શોજોષ.
સલુણા ! ૭ માહણ શ્રમણ દયા પરાજી, ભિક્ષુ નિગ્રંથ વખાણ; એ ચઉનામે સુયગડેજી, સોલમે અધ્યયને જાણ.
સલુણા ! ૮