________________
श्रामण्योपनिषद्
વિધિપદ પ્રમુખ પ્રમાર્જના, પરિઠવણાદિ વિવેક રે; મન-વચ-તનુ અશુભે કદી, નવિ જોડિયે મુનિ લોક રે. સાધુજી૦ ૬
હિંસા મોસ અદત્ત જે, મૈથુન પરિગ્રહ ત્યાગ રે; સર્વથી કરણ કરાવણે, અનુમોદન નવિ લાગ રે. સાધુજી૦ ૭ પંચ આશ્રવ અળગા કરે, પંચ ઈન્દ્રિય વશ આણે રે; સ્પર્શન રસનને પ્રાણ જે, નયન શ્રવણ એમ જાણે રે. સાધુજી૦ ૮ શુભ મલ્યે રોગ ધરે નહિં, અશુભે (દ્વેષ-રોષ) ન આણે રે; પુદ્ગલ ભાવે સમ રહે, તે સંયમ ફલ માણે રે.
७८
સાધુજી૦ ૯ ક્રોધાદિક ચઉ જય કરે, હાસ્યાદિક તસ માંહિ રે; એ અનુબંધ ભવદુઃખ દિયે, એમ જાણે મનમાંહિ રે. સાધુજી૦ ૧૦ તસ અનુદય હેતુ મેળવે, ઉદય અફલતા સાધે રે; સફલપણે તસ ખામણા, એમ સંસાર ન વાધે રે. સાધુજી૦ ૧૧
જે કરે તેર કષાયનો, અગ્નિ ઉપજતો જાણે રે; તે તે હેતુ ન મેળવે, તેહિજ સમતા જાણે રે.
સાધુજી૦ ૧૨