________________
७७
श्रामण्योपनिषद्
ઢાળ-૬
(દૂહા) કર્મપંક સવિ શોષવે, જો હોય સંયમ આદિ; યોગસ્થિર સંયમ કહ્યો, અથિર યોગ ઉન્માદ. રૂંધે આશ્રવ દ્વારને, ઈહિ પરભવ અનિદાન; તે સંયમ શિવ અંગ છે, મુનિને પરમ નિધાન. ૨
ઢાળ-૬ સાધુજી સંયમ ખપ કરો, અવિચલ સુખ જેમ પામો રે; આગમ અધિકારી થઈ, મિથ્યામતિ સવિ વામો રે.
સાધુજી) ૧ છઠ્ઠો મુનિવર ધર્મ છે, સમય સમય શુભ ભાવ રે; સંયમ નામે તે જાણીયે, ભવજલ તારણ નીવ રે.
સાધુજી) ૨ થાવર પણ તિગ વિગલિયા, તેમ પંચેન્દ્રિય જાણો રે; યતનાયે સંયમ હોયે, એ નવવિધ ચિત્ત આણો રે.
સાધુજી) ૩ પુસ્તક પ્રમુખ અજીવનો, સંયમ અણસણે લેવે રે; નિરખીને જે વિચરવું, પ્રેક્ષા(ણ) સંયમ તે (હેવ-દેવ) રે.
સાધુજી) ૪ સીદાતા સુસાધુને, અવલંબનનું દેવું રે; સંગ અસાધુનો વર્જવો, ઉપેક્ષા સંયમ એહવો રે.
સાધુજી) ૫