________________
श्रामण्योपनिषद् વીરાસનાદિક ઠાયવું રે, લોચાદિક તનુ કુલેશ; સંલીનતા ચલે ભેદની રે, ઈન્દ્રિય યોગ નિવેશ.
સોભાગી) ૭ એકાંત સ્થલ સેવવું રે, તેમ કષાય સંલીન; અત્યંતર તપ ષટ વિધે રે, સેવે મુનિ ગુણલીન.
સોભાગી) ૮ દશવિધ પ્રાયશ્ચિત ગ્રહે રે, વિનય તે સાત પ્રકાર; દશવિધ વૈયાવચ્ચ કરે રે, સજઝાય પંચ પ્રકાર,
સોભાગી૦ ૯ ચાર ધ્યાનમાં દોય ધરે રે, ધર્મ શુકુલ સુવિચાર; આર્ત રૌદ્ર બિહું પરિહરે રે, એ મુનિવર આચાર.
સોભાગી૧૦ દ્રવ્ય ભાવસું આદરે રે, કાઉસગ્ગ દોય પ્રકાર; તન ઉપધિ ગ(ગુ)ણ અશનાદિકે રે, દ્રવ્ય તે ચાર પ્રકાર.
સોભાગી ૧૧ કર્મ કષાય સંસારનો રે, ભાવકાઉસગ્ગ તિહું ભેદ; ઈવિધ બિહું તપ આદરે રે, ધરે સમતા, નહિ ખેદ.
| સોભાગી ૧૨ સમકિત ગોરસ શું મિલે રે, જ્ઞાનવિમલ વૃત રૂપ; જડતા જલ દૂર કરી રે, પ્રગટે આતમરૂપ.
સોભાગી) ૧૩