________________
७४
લોભે ન હણ્યા રે રમણીયે નવિ છળ્યા,
ન મળ્યા વિષય કષાયજી; તે વિરલા જગમાંહિ જાણીયે, ધનધન તેહની માયજી.
મમતા ૭
श्रामण्योपनिषद्
લોભતણું સ્થાનક નવિ જીતીયું, જઈ(જે) ઉપશાંત કષાયજી; ચિહું ગતિ ગમન કરાવે તિહાં થકી, પુનરપિ આતમરાયજી.
મમતા૦ ૮
',
તસ કિંકર પરે અમર નિકર સવે, નહિં ઉણતિ તસ કાંઈજી; જસ આતમ સંતોષે અલંકર્યો, તસ ત્રિભુવન ઠકુરાઈજી.
મમતા૦ ૯
અનુભવ રસમય ચારિત્ર ફળ ભલું, તે નિર્લોભ પસાયજી; જ્ઞાનવિમલ પ્રભુતા લહે અતિઘણી, ઉદય અધિક તસ થાયજી.
મમતા૦ ૧૦
ઢાળ-પ
(દૂહા)
નિર્લોભે ઈચ્છાતણો, રોધ હોય અવિકાર; કર્મ ખપાવણ તપ કહ્યો, તેહના બાર પ્રકાર. ૧ જેહ કષાયને શોષવે, ત્રિસમય ટાળે પાપ; તે તપ કહીયે નિર્મલો, બીજો તનુ સંતાપ. ૨