________________
७२
श्रामण्योपनिषद् વંશજાલપરે માયાના ગૂઢ મૂળ છે રે, મોહાદિક અરિવૃંદ; એહમાં પેસી આતમગુણ મણીને હરે રે, નવિ જાણો તે મંદ.
મુનિવર૦ ૭ પરવંચું એમ જાણી જે છલ કેળવે રે, તે વંચાયે આપ; શુભ નર સુરગતિ તેહને જાણો વેગળી રે,
પામે અધિક સંતાપ. મુનિવર૦ ૮ મીઠું મનોહર સાકર દુધ અછે ઘણું રે,
પણ વિષનો જેમ ભેળ; તેણી પર સંયમ માયામિશ્રત જાણીયે રે,
-- ન લહે સમકિત મેળ. મુનિવર૦ ૯ દૂર થકી પરિહરિયે માયા સાપિણી રે, પાપિણી ગુંથે જાળ; જ્ઞાનવિમલ ગુણ અમૃત લહરી છટા થકી રે,
દોહગ દુઃખ વિસરાલ. મુનિવર૦ ૧૦
(દૂહા) નિર્લોભી ઋજુતા ધરે, લોભે નહિ મન શુદ્ધિ; દાવાનલપરે તેહને, સર્વ ગ્રહણની બુદ્ધિ. ૧ રાજપંથ સવિ વ્યસનનો, સર્વનાશ આધાર; પંડિત લોભને પરિહરે, આદર દીયે ગમાર. ૨