________________
६६
श्रामण्योपनिषद् (પરિશિષ્ટ-૪)
ચતિધર્મની સઝાયો (A)શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજીકૃત ૧૦ શ્રમણધર્મ સઝાય
(દૂહા) સુકૃત લતા વન સિંચવા, નવ પુષ્કર જલધાર; પ્રણમી પદયુગ તેહના, ધર્મ તણા દાતાર. ૧ દશવિધ મુનિવર ધર્મ છે, તે કહીએ ચારિત્ર; દ્રવ્ય-ભાવથી આચર્યા, તેમના જન્મ પવિત્ર. ૨ ગુણ વિણ મુનિનું લિંગ જે, કાશ કુસુમ ઉપમાન; સંસારે તેહવા કર્યા (ધા), અવધિ અનંત પ્રમાણ. ૩ તેહ ભણી મુનિવરતણો, ભાખું(ખો) દશવિધ ધર્મ, તેહને નિત્ય આરાધતાં, પામીજે શિવશર્મ. ૪ ખંતી મદવ અજવા, મુત્તી તપ ચારિત્ર; સત્ય શૌચ નિઃસ્પૃહપણું, બ્રહ્મચર્ય સુપવિત્ર. પ
ઢાળ-૧ પહેલો મુનિવર ધર્મ સમાચરોજી, ખંતી ક્રોધ નિરાસ; સંયમ સાર કહ્યો સમતા (ઉપશમ) છતેજી, સમકિત મૂલ નિવાસ.
પહેલો૦ ૧ સમતા ક્ષીરોદધિને આગળજી, સુરનર સુખ એક બિંદુ; પર આશા દાસી તસ નવિ નડેજી, તલ સમ સુરતરુ કંદ.
પહેલો૦ ૨