________________
श्रामण्योपनिषद् સંયમપૂત મન પલકમાં, પહોંચે પેલે પાર; જો સંયમ વશ હોય ના, તો સંસાર અસાર. ૫૧ આતમા કર્મ કર્યા કરે, સંયમ વિણ અતિ ક્લેશ; પણ સંયમધર જીવને, કલેશ નહીં લવલેશ. પર સંયમ શુદ્ધ ચિંતામણિ, આપે સઘળાં સુખ; અસંયમ વિષવૃક્ષ છે, દુઃખ દુઃખ ને દુઃખ પ૩ છાયા કલ્પતરુની મળે, સકલ તાપ હોય દૂર, તેમ સંયમની છાયામાં, સુખ સંપદ ભરપૂર. ૫૪ ઈગ વિગલ પણિંદિય નવ, પેમ્બવેમ્મ યોગ સાર; પ્રમાર્જના પહસ્થો પકરણ, સંયમ સત્તર પ્રકાર. પપ શુદ્ર સંયમની સાધના, ચિત્તમાં જસ સુહાય; તેને ત્રિકરણ વંદના, કરતાં પાપ પલાય. પ૬ સાચે સઘળું સાચ છે, જૂઠે સઘળું જૂઠ; જુઠે રૂઠે દેવતા ને, સાચે હોય તૂઠ. પ૭ ઉત્તમ જન સાચું વદે, જૂઠ વદે નર નીચ; નિર્મળ નીર ઉત્તમ ચલે, ગમે અધમને કીચ. ૫૮ સત્યના દુશ્મન ચાર છે, ક્રોધ, લોભ, ભય, હાસ; એને જે દુર કરે, તે વિલસે સત્ય વિલાસ. ૫૯ અર્થ પરમ જેથી ફળે, તે જ ખરેખર સત્ય; હિત વિણસે જે સત્યથી, તે સત્ય છતાંય અસત્ય. ૬૦