________________
६२
श्रामण्योपनिषद् શાશ્વત સત્ય વિશુદ્ધ છે, વ્યવહાર સત્ય અનેક; અપેક્ષા ભેદે ભેદ છે, સમજો સત્ય વિવેક. ૬૧ ગંગાજળ સમ સત્યથી, ચેતન પાવન થાય; ' ' આંતર મલ દૂરે ટળે, પાપ તાપ પલાય. ૬૨ સત્ય સમજવું સરલ ના, પાળવું અસિની ધાર; મુનિવર સત્યપંથે રહ્યા, વંદન વારંવાર. ૬૩ તન વસન ને સદનની, મલિનતા દૂર થાય; એ સવિ સુચિતા બાહ્યથી, શૌચ ધર્મ ન ગણાય. ૬૪ મન મેલું તન ઉજળું, બગ સમ ધરતો ધ્યાન; એ તો દુર્જન_ખલ કહ્યો, મલિનતાનું સ્થાન. ૬૫ વચન વિમલ વદને ધરે, પણ મનમાં ચિંતે અસાર; એવા તો દૂર ભલે, શૌચનો સમજે ન સાર. ૬૬ મનથી ચેતન અધિક છે, કર્મ મેલ કરે દૂર; સુવર્ણ સમાન શુચિ થઈ, ઝળકે તેજસ નૂર. ૬૭ પુદ્ગલનાં પરિણામમાં, રાચે વધારે મેલ; આત્મા નિજમાં જો રમે, તો હુએ શુચિ ઠરેલ. ૬૮ શૌચ વધે વધે વિમલતા, શૌચ ઘટે ભવ થાય; ચેતનને વિમલ કરવા ચહો, તો વ્રત વારિ સુખદાય. ૬૯ શૌચ માન સરોવરે, ખેલે આત્મા મરાલ; ગુણ મોતી ચારો ચરે, રહે સદા ઉજમાળ. ૭૦