________________
६०
श्रामण्योपनिषद् તપ એ મુનિનો આતમાં, મુનિ તપસી કહેવાય; તપથી પુગલ કૃશ બને, આત્મા ધીંગો થાય. ૪૧. તપ તપાવે કર્મને, તપ્યા કર્મ દૂર થાય; અગ્નિમાં કાંચન તપે, તેમ નિર્મળ બની જાય. ૪૨. તપના બાર પ્રકાર છે, બાહ્યાભ્યતર બે ભેદ; બાહ્ય તણા ખભેદ છે, આત્તર પણ ભેદ. ૪૩ અનશન ઉણોદરપણું, વૃત્તિસંક્ષેપ રસત્યાગ; કાયક્લેશ સેલીનતા, એ ષટ્ બાહ્ય વિભાગ. ૪૪' પ્રાયશ્ચિત્ત ને વિનય વળી, વૈયાવચ્ચ સ્વાધ્યાય; ધ્યાન તથા ઉત્સર્ગ એ, આન્તર ષ સમજાય. ૪૫ તપ (ન) તપે જે આતમાં, તેને ભવ સંતાપ; ': કર્મ કચરો વધતો વધે, કર્મ ખરેખર પાપ. ૪૬ : તપથી કર્મ નિર્જરા, નિકાચિત ભલે હોય; તપ અગ્નિ ક્ષણમાં દહે, કર્મ કઠિન જગ જોય. ૪૭ જો તપ જગમાં ન હોત તો, હોત નહીં શિવ શર્મ જે શિવસુખ પામ્યા મુનિ, તે સાધન તપ ધર્મ. ૪૮ સંયમ ઉત્તમ ધર્મ છે, સંયમ મુનિવર પ્રાણ; ભવજલ તરવા જીવને, સંયમ સુખકર વહાણ. ૪૯ ઈન્દ્રિય અશ્વો વેગિલા, ભવવનમાં બેફામ; આથડતાં પણ પાંસરાં, વર્તે સંયમ લગામ. ૫૦