________________
श्रामण्योपनिषद् માયા પ્રત્યય નાશિની, આર્જવ સહજ વિશ્વાસ; " આર્જવ મુનિના પ્રાણ સમ, જયાં સુધી શ્વાસોશ્વાસ. ૩૧ કુટિલતા છે કારમી, સરલતા સુધા સમાન; મુનિવર સરલ રહી બને, શિવ રમણી એકતાન. ૩૨ મુક્તિ એ નિર્લોભતા, મુક્તિ પરિગ્રહ નાશ; મુક્તિ જે મનમાં વસે, તે પામે પૂર્ણ પ્રકાશ. ૩૩ પરિગ્રહ જો વધતો વધે, તો મુક્તિ રહે દૂર; પરિગ્રહ પરવશ પ્રાણીઓ, પામે દુઃખ ભરપૂર. ૩૪ લોભને થોભ ન ક્યાંય છે, લોભે લક્ષણ જાય; મુક્તિની મમતા વધે, તો આત્મસ્વરૂપ જણાય. ૩૫ મુક્તિ વગરના જડ જીવો, ખાય ન ખાવા દે; પુદ્ગલમાં પ્રીતિ ધરી, ભવ વનમાં ભિટકે. ૩૬ લોભી મમ્મણ શેઠ શું, સાતમી નરકે જાય; મુક્તિ જો આવી મળે, તો બન્ધન રહે ન ક્યાંય. ૩૭ મુક્તિ નિજ પર વહેચી દે, નિજનું નિજની પાસ; પર પ્રતીતિ અળગી કરી, તોડે બન્ધન પાસ. ૩૮ મુનિવર હળવા ફુલ જયું, મુક્તિ પસાયે હોય; અપ્રતિબંધપણે રહે, ડાઘ ન લાગે કોય. ૩૯ રાગીને ભવ સર્વદા, પરિગ્રહ ત્યાં રાગ; મુક્તિ રસિયા મુનિવર, નિર્ભય ને વીતરાગ. ૪૦