________________
૫૮
श्रामण्योपनिषद् માર્દવ પુલ બની રહે અત્તર ભલે અતીવ; એકત્ર વસવા છતાં, માને છૂટા જીવ. ૨૧ વશીકરણ માર્દવ વડે, વશ થાએ શિવનાર; સુખ સંપદ વધતા વધે, જગમાં જયજયકાર. ૨૨ મૂદુતા જ્યાં ત્યાં મુનિમણું, મુનિવરમાં દેવ મોહ; વિણ માર્દવના મુનિવરો, જીવ વિનાના દેહ. ૨૩ ક્ષમા આપવી મુશ્કેલ ના, માંગવી અતિ મુશ્કેલ; માર્દવ જો આવી મળે, તો ક્ષમા યાચવી સહેલ. ૨૪ આર્જવ જીવ સ્વભાવ છે, વક્રતા વિષમ વિભાવ; વિધિ પણ વાંકો જો બને, તો અવળા સઘળા દાવ. ૨૫ વક્ર ગતિ સંસારની, ઋજુ ગતિએ શિવ જાય; ઋજુ હૃદયના જીવને, મુંઝવણ કદી ના થાય. ૨૬ વાંકી ચાલે ચાલતા, જીવો સાપ સમાન; વિષ વિસ્તાર વિશ્વમાં, પામે નીચું સ્થાન. ૨૭ માયા પુગી વક્રતા, માયા ના મિત્ર; ઋજુતાને શત્રુ કોઈના, ઋજુતા પરમ પવિત્ર. ૨૮ શાસ્ત્ર સકલ શ્રવણ સુણે, માયા વધારે વેર; એક વચન અરિહંતનું, ઋજુને લીલા લહેર. ૨૯ રાહુ સદા વાંકો રહે, તે તો કાજળ શ્યામ; શશી સુરજ ઋજુતા બળે, જયોતિ ધરે ઉદ્દામ. ૩૦