________________
५७
श्रामण्योपनिषद् ક્રોધ કરતાં જીવડા, રવડયા કાળ અનંત; ક્ષમા ધરી ગુણ કેળવ્યા (તે) પામ્યા ભવનો અંત. ૧૦ ક્ષમા જનનીની ગોદમાં, જે રમતા મુનિ બાળ; તે પોષણ પામે સદા, માન સરશું મરાળ. ૧૧ ક્ષમા ધનુર્ધારી મુનિ, દુર્જનને કરે દૂર; આત્મસ્મરણમાં લીન બની, પાયે સુખ ભરપૂર. ૧૨ તાપ ટળે તૃષ્ણા શમે, જાએ મનનો મેલ; ક્ષમા ગંગામાં ઝીલતાં, વધે ઉમંગ રંગ રેલ. ૧૩ ક્ષમાં કલ્પલત્તા મળે, તેને કાંઈ ન પીર; લઘુ પણ ગુણા ગરુઆ મુનિ, શસ્ત્ર વગરના વીર. ૧૪ ક્ષમા દેવી શરણ વસે, તે નિર્ભય સંસાર; દુઃખ ન આપે કોઈને, શમરસ ભર ભંડાર. ૧૫ મૃદુતા જે મનમાં નહીં, તે મન મરુ સમાન;
ત્યાં ગુણ કોઈ ઉગે નહીં હોય તે થાય વેરાન. ૧૬ વિનય ધર્મનું મૂલ છે, માર્દવ વિનયનું મૂળ; મૃદુતા ધરી નમતા રહો, ધર્મ થશે અનુકૂળ. ૧૭ માન જસે માર્દવ બળે, માને માર્દવ દૂર; લાભ હાનિ વિચારીને, ધરો માર્દવ ભરપૂર. ૧૮ અક્કડ રહે જે ઝાડવા, તે પૂરમાં જાય તણાય; નીચા નમીને જે રહે, તે તો સદા લહેરાય. ૧૯ રાવણ દુર્યોધન સમા, નમ્યા નહીં તલવાર; જગ અપયશને પાથરી, પહોંચ્યા નરક મોઝાર. ૨૦