________________
श्रामण्योपनिषद्
પ્રીતિનો અત્યંત નાશ, વેરની પરંપરા તથા અગ્નિશર્મા વગેરેની જેમ અનંત સંસાર, આ બધુ મારા સંબંધી ન થાઓ. I૪ો
આ રીતે ક્રોધના વિપાકોના ચિંતનથી જે ક્ષમામાં તત્પર બને છે, તે વિચક્ષણ વિપાકક્ષમાના ભેદમાં અંતભૂત છે. //પા.
માટે શુભ આત્માઓએ ક્રોધરૂપી અગ્નિને જલ્દીથી શાંત કરવા માટે સંયમરૂપી બાગમાં નીક સમાન એવી ક્ષમાનું જ શરણ લેવું જોઈએ. ૬l
ઈત્યાદિ વચનનો વિચાર કરીને જે ક્ષમામાં શૂરવીરપણું હોય, તે વચનક્ષાન્તિ નામનો ક્ષમાનો ચોથો ભેદ છે. Iછા
પણ જે ક્ષમા સહજ જ હોય, શુદ્ધ હોય, ચંદનની સુગંધની જેમ સ્વાભાવિક હોય, અથવા તો અગ્નિની ઉષ્ણતાની જેમ કે પાણીની ઠંડકની જેમ સ્વાભાવિક હોય. //૮.
વળી જેના પ્રભાવે મહાઉપસર્ગોમાં પણ અવશ્ય ક્ષમાનો ભાવ રહે છે, તે ધર્મક્ષાન્તિ છે. માનનીય પૂર્વાચાર્યોએ તેને સર્વશ્રેષ્ઠ માની છે. લા.