________________
२३ પ્રકાર, મહાસત્ત્વના અભાવે અનિષ્ટો ને શુદ્ધિ-સત્ત્વના ઉપાયો કહ્યા. પછી (પૃ. ૨00) અ-વિપર્યાસ અભ્રાન્તના ટાળવાના ઉપાયો કહી ભ્રાન્તિનાં રૂપકો વિસ્તારથી વિચાર્યા. ગૌતમબુદ્ધઅરણિક-આદ્રકુમાર-મેઘકુમારનાં દૃષ્ટાંત દીધા. (પૃ. ૨૦૪થી) ભ્રાન્તિમાં ઉપાયપ્રવૃત્તિ નહિ; ઉપાયાભાસ ફળજનક નહિ; પ્રાથમિક દશામાં અવિધિયુક્ત શિક્ષાગ્રહણાદિ એ વ્યવહારથી ઉપાય, નિશ્ચયથી નહિ; વીતરાગતાનો નિશ્ચયથી ઉપાય અસંગાનુષ્ઠાન; પ્રીતિભક્તિ વચનાનુષ્ઠાન વ્યવહારનયથી જરૂરી; નિશ્ચયની સૂક્ષ્મ દૃષ્ટિ; અવિધિક્રિયાનું મહત્ત્વ અને સાવધાની; અંતિમને જ કારણ માનતાં મહત્ત્વનાં ૩ પ્રશ્નસમાધાનમાં વ્યવહારની ઉપયોગિતા, કાર્ય ન સાધે છતાં કારણ; અને ફળજનક શુદ્ધિ પણ ઉપાયથી સાધ્ય, એ વર્ણવી-ભવદેવના દૃષ્ટાંત ઉપાયથી સિદ્ધિ કહી.
(૨) સમભાવ-ગ્રહત્યાગ-શિક્ષા ગ્રહણ (પૃ. ૨૧૦) 'બતાવતાં ગુણ કે દોષમાં અનેક કક્ષાઓ;' આદર્શ-ઉદ્દેશ ઊંચો તો જ પ્રબળ વીર્ષોલ્લાસ; 'સમભાવ અર્થે વિચારણા, સોનું પૂર્વે શું? વજસ્વામી ને રુક્મિણી, તથા ખંધકમુનિનાં દૃષ્ટાંત વગેરે કહ્યું. 'નિઅગહદુષ્પ'માં આગ્રહ-અગ્રહ-ગ્રહના ત્યાગ વિસ્તારથી વિચારતાં કદાગ્રહથી પુણ્યોદય પોષાય, સત્ તત્ત્વસન્માર્ગ નહિ, જડસગવડ કરતાં ક્રિયા કિંમતી, સગવડમાલ પુણયનાણાં પ્રમાણે; કર્મગુલામને આગ્રહ-અભિમાન શા ? કષાયોના આગ્રહમાં તમાચ કે આગ્રહવૃદ્ધિ, મિથ્યા કલ્પનાનો આગ્રહ ખોટો : જમાલિ; અગ્રહ-અવિવેકથી (પૃ. ૨૧૩)