________________
२० મરુદેવાના દૃષ્ટાંત બતાવ્યાં, મમતા એ કેમ સમતાની શત્રુ એ વિસ્તારી આદ્રકુમારને વર્ણવ્યા.
(૧૩) સ્વાત્મનિરીક્ષણ (પૃ. ૧૫૩) વારંવાર કેમ કરવું એ કહી અંગષિનું દૃષ્ટાંત અને સારભૂત મૂડીનું ચિંતન કહ્યું, ધનધાન્યાદિ બડિશામિષરૂપ વર્ણવ્યાં. (૧૪) વ્યવહાર-શુદ્ધિએ ભાવમંગળની સિદ્ધિ, અર્જુનમાળી-સુદર્શનનું દૃષ્ટાંત કહ્યું.
(૧૫) ધર્મજાગરિકા (પૃ. ૧૫૭) વિસ્તારથી વર્ણવતાં, કાળ પર ચિંતનમાં માનવકાળની ઓળખમાં આવર્ત ઘટાડવા અન્યત્ર અલભ્યની સાધનાનો કાળ, હેય-ઉપાદેયવિવેકનો કાળ, જિનાદિ-પરાક્રમ-ચિંતન, શાસન-તત્ત્વ-આરાધના પર મનને વાસના-મોહ-કુવૃત્તિનાશનો કાળ, ૧૦ સંજ્ઞાનાશનો કાળ, સંયમસમાધિ-વિરાગ-ઉપશમ-ગુપ્તિનો કાળ, રસ ઋદ્ધિ-શાતા-ત્યાગ કાળ, કષાય-સંજ્ઞા-દુર્ગાન-વિકથાની ચોકડીઓના અંતનો કાળ, સર્વવિરતિકાળ વગેરે બતાવ્યા. (૧૬) વિષયાસારતા-મૃત્યુ પરંપરા પર ચિંતન (પૃ. ૧૯૪) બતાવતાં નેમ-રાજુલ, પન્નાજીનો ટોણો, દષ્ટાંતમાં કહ્યા, મૃત્યુની ભયજનકતા-સર્વાભાવકારિતાઅણધાર્યું આગમન અનિવાર્યતા, અને પરંપરા બતાવતાં જનકમંત્રીનું દૃષ્ટાંત કહ્યું. (૧૭) ધર્મઔષધ પરચિંતન (પૃ. ૧૭૭) બતાવતાં બાળધર્મનૃપનું દૃષ્ટાંત કહ્યું. (૧૮) ધર્મ અને તેના પ્રકાશક-પાલક-પ્રરૂપક-પ્રવર્તકને નમસ્કાર કર્યો.
(૧૯) ધર્મપ્રણિધાનમાં (પૃ. ૧૬૯) સાધુધર્મની તીવ્ર આશંસા, કરવાનું કહી નિર્મમ અ-પરસંતાપક, ને ભાવશુદ્ધિનો વર્ધક બનવાનું કહી બીજું સૂત્ર પૂર્ણ કર્યું.