________________
qC
ભાવનમાં આશ્રવથી બચી સંવરના લક્ષ માટે ૩ દૃષ્ટાંત કહ્યા. પછી (પૃ. ૧૧૮) (૫) જિનાજ્ઞા એ મોહવિષનિવારક પરમ મંત્ર છે. સર્વજ્ઞ જ દ્રષ્ટા છે; વળી એ દ્રષઠારક જળ હોવામાં હરિભદ્રનું દૃષ્ટાંત, એ ચિકિત્સાશાસ્ત્ર હોવામાં ઇંદ્રનાગ, સંયતી, તથા એ કલ્પવૃક્ષ હોવાનું બતાવ્યું, (પૃ. ૧૨૧) વ્રત ઉપરાંત આજ્ઞાગ્રહણાદિ કેમ ? એનું રહસ્ય, ૧૦૦ મણ સાકરનું સત્ત્વ લાખો મણ રેતીથી મિશ્રિતની જેમ અનંત સુખ કર્મરજથી મિશ્રિત હોવું એને જીવની ઉંધાઇ વર્ણવી.
. (૯) અકલ્યાણમિત્રનો ત્યાગ કરવાનું કહેતાં (પૃ. ૧૨૪) નંદમણિયાર, મરીચિ અને કપિલ, કાવત્રો, જંબૂના કાકા જિનદાસનાં દૃષ્ટાંત કહી, માનવભવે જ ગુણ-મૂલ્યાંકન દુર્ગુણઅરુચિ સુલભ વર્ણવી, (૭) લોકવિરુદ્ધ ત્યાગ ફરમાવતાં (પૃ. ૧૨૬) લોકસંક્લેશત્યાગની સુંદર ભાવના બતાવી સંસારવનનો અંધાપો, ને લોકવિરુદ્ધ-સેવનની ભયંકરતા દર્શાવી. (૮) કલ્યાણમિત્રનો સંપર્ક (પૃ. ૧૩૧) જરૂરી કહ્યો. મદનરેખાની કલ્યાણમિત્રતા કહી, જેમ અંધ-રોગી-નિર્ધનભયભીત ક્રમશઃ દોરનાર-વેદ-શ્રીમંત-રક્ષકને સેવે, એમ કલ્યાણમિત્રને સેવવાનું વિસ્તારથી સ્પષ્ટ કર્યું. એમાં (પૃ. ૧૩૩) ગોવિંદવિપ્રપત્ની ને પતિ આદિ, સુધર્મા ને જંબૂ, આચાર્ય ને ગુણસેન તથા જિનદાસ ને કંબલશંબલ બળદનાં દૃષ્ટાંત કહ્યાં. સુખમાં મહાબળ ને વિષયાંધમંત્રીઓ સામે કલ્યાણમિત્ર સુબુદ્ધિ, ને દુઃખમાં નાગકેતુને પૂર્વભવે શ્રાવકમિત્રે ઊંચે ચડાવ્યા, એ વર્ણવી કલ્યાણમિત્રના ૧ આદર-૨