________________
ભાવાર્થ – પ્રાણીઓ પર કરૂણા, દયા, ઈન્દ્રિયોને કાબુમાં રાખવી, સત્યવચન બોલવું, સંતોષ ભાવને ધરવો, સદાચારીતા, કપટ રહિતપણું, નમ્રબનવું, ક્ષમારાખવી, વિશેષ પ્રકારે ભાવપૂર્વકનું દાન આપવું, છૂપી રીતે કોઈની વસ્તુ ન લેવી, પરોપકાર યાને અન્ય પર અનુગ્રહ કરવો આ પ્રમાણેનો સર્વસામાન્ય બધાને માન્ય ધર્મ આત્મકલ્યાણ કરનારો બને છે. II૪l. शास्त्रे रतिः सकलधर्मविचारणा च,
ध्यानं परात्मनि दयोपकृती सुशीलम् । निन्दाकुसंगगुणिमत्सरवर्जनं च,
धर्मः सतां निखिलशास्त्रनिरूपितोऽयम् ।।५।। ભાવાર્થ - શાસ્ત્રમાં ઉત્સાહ, સમસ્ત ધર્મની વિચારણા, પરમાત્માનું ધ્યાન કરૂણા, ઉપકાર અને સદાચાર, નિંદા, (કુથલી), ખરાબ સોબત, ગુણવાનો પ્રત્યે ઈર્ષાનો ત્યાગ આ સકલ શાસ્ત્રોમાં વર્ણવેલો સત્પુરુષોનો ધર્મ છે.પા ज्ञानाभयान्नगृहभेषजवस्त्रदान
पूजाऽर्हतां गुणवतां विनतिः सुशीलम् । लोकापवादभयमन्यगुणग्रहो धी
धर्मे यशश्च महतामिति मण्डनानि ||६|| ભાવાર્થ – જ્ઞાન, અભય, ભોજન, ગૃહ, ઔષધ, વસ્ત્રનું દાન, યોગ્ય જનની પૂજાભક્તિ, ગુણીજનોને સારી રીતે નમન, આચારપણું, લોક કંઈક બોલશે (નિંદા) તેનો ભય, અન્યનાગુણોને ગ્રહણ કરવા, ધર્મમાં બુધ્ધિ અને યશ આ મહાન વ્યક્તિઓનો અલંકાર છે. દા. पैशुन्यमात्सर्यपरस्वहारहिंसाऽन्यनिन्दाक्षणदाऽशनानि । कन्याद्यलीकानि च वर्जनीयाऽन्यतः परं पापपदं न किंचित् ।।७।। ભાવાર્થ - ચાડીચુગલી કરવી, બીજાના ગુણોપર દ્વેષ ભાવ રાખવો, બીજાનું ધન લઈ લેવું, હિંસા કરવી, અન્યનો અવર્ણવાદ કરવો, રાત્રિએ જમવું અને કન્યા વિ. આદિના માટે જુઠું બોલવું આથી અન્ય કોઈપણ પાપનું સ્થાન નથી અર્થાત્ આના જેવું બીજું કોઈ પાપ નથી. શા
-
પ
પપ
.
, , , , , , , , ,
,
,
,
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
- ......
અપરતટ અંશ - ૬ ::::::::::::::::::::::::
si
te:::::
::::::::::::::
:::::::ો