________________
અપર તટ
તમામ દર્શનને સામાન્ય ધર્મ કાર્યના ઉપદેશ નામનો છઠ્ઠો અંશ છઠ્ઠો અંશ
यः शास्त्रवेत्ता गुरुदेवभक्तो परोपकारी नयधर्मचारी । ज्ञाता गुणानामपवादभीरुः पुमान् स एवेह परे तु नाम्ना ||१|| ભાવાર્થ :- જેઓ જિનેશ્વર ભગવાને ઉદ્દેશેલા, શાસ્ત્રરૂપે ગુંથેલા અને પરંપરાએ આચાર્યોએ સાચવેલા, કહેલા અને લખાવેલા આગમ ને જાણે છે, ગુરૂ અને દેવના ભક્ત બનેલા છે, બીજાને સહાય કરીને પરોપકાર કરવાવાળા છે, ન્યાયયુક્ત ધર્મને સેવનારા છે. ગુણોને જાણનારા છે, અપવાદ માર્ગથી ડરનારા છે તે જ આલોકને વિષે સાચો પુરુષ છે. બીજા તો નામ માત્રથી પુરુષ છે.।।૧II
ધ્યેય: : परात्मा गुरुरर्चनीयः परोपकारः करुणा च सत्यम् । शमो दमो न्याययशःसुशास्त्राभ्यासाः सतामेष हिताय धर्मः ||२|| ભાવાર્થ :- પરમાત્માનું ચિંતન ધ્યાન કરવું, ગુરૂની પૂજા તથા અન્યના કાર્યોને કરી આપી પરોપકાર કરવો, દયા, સત્ય, ઉપશમભાવ, ઇન્દ્રિયોનું દમન કરવું, નીતિમયજીવન, યશ અને આત્મહિતકર ઊંચા શાસ્ત્રનો અભ્યાસ એવો આ ધર્મ સજ્જનોને હિતને માટે થાય છે. હિતકર બને છે. III
रतिः सदाचारविधावनिन्दा खलेष्वपि प्रीतिरथोत्तमेषु । अमत्सरः शास्त्रविदां च गोष्टी शक्त्योपकारश्च सतां स्वभावः ॥ ભાવાર્થ :- સુંદર ઊંચા આચારને પાળવામાં ઉત્સાહિત, દુષ્ટજીવોના પણ અવર્ણવાદ નહિ બોલનારા ઉત્તમપુરુષો પ્રત્યે પ્રીતિ (સ્નેહ), ઈર્ષ્યા ભાવનો ત્યાગ કરનારા, આગમોના જાણનારની સાથે વાર્તાલાપ અને વળી શક્તિ પ્રમાણે ઉપકારક બનવું... આ સજ્જન પુરુષોનો સ્વભાવ છે. IIII दया दमः सत्यमगाढलोभता,
सुशीलता चार्जवमार्दवक्षमाः
प्रदानमस्तेयपरोपकारिते,
हिताय धर्मा इति सर्वसम्मताः ||४||
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (249 અપરતટ અંશ - ૬