________________
नाणालवाल दंसणमूलो वयसाह सुतवनिअमदलो । भवसुहकुसुमो भवजयसिरिफलओ जयउ धम्मतरु ||३३||
ઃ
ભાવાર્થ :- જેને જ્ઞાનરૂપી ક્યારો છે, દર્શનરૂપી મૂળ છે, વ્રતોરૂપી ડાળીઓ છે, શ્રેષ્ઠતપ અને નિયમરૂપી પાંદડાઓ છે, સાંસારીક સુખરૂપી પુષ્પો છે, મુક્તિરૂપી લક્ષ્મી ફળ રૂપે છે, એવું ધર્મરૂપી વૃક્ષ સદા જયવંતો હો IIII ।। इतितपागच्छाधिराजश्रीमुनिसुंन्दरसूरिविरचिते श्रीउपदेशरत्नाकरेऽपरतटे
प्राकृतगाथाभिर्विविधधर्मकृत्योपदेशनामा पंचमोंऽशः ।
એ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રીમુનિસુંદરસૂરિએ રચેલા ઉપદેશરત્નાકરના અપર તટમાં પ્રાકૃત ગાથાઓ વડે કરીને વિવિધ જાતના ધર્મકૃત્યોના ઉપદેશ નામનો || પાંચમો અંશ પૂર્ણ ॥
જિનેશ્વર ભગવાનનું શાસન જ શરણ रोगजरामच्चुमुहागयाण बलिचक्किकेसवाणंपि । भुवणेवि नत्थि सरणं एक्कं जिणसासणं मोत्तुं ॥ (મ. મા. ૪. ર૬)
હે ભવ્ય પ્રાણી ! રોગ, ઘડપણ અને મૃત્યુના મોંઢામાં ગયેલા એવા બળદેવ, છ ખંડના માલિક એવા ચક્રવર્તી અને ત્રણ ખંડના માલિક એવા વાસુદેવોને પણ એક જિનેશ્વર ભગવાનના શાસન સિવાય ત્રણે ભુવનની અંદર બીજું કોઈ પણ શરણ નથી. (માટે હે જીવ ! તું અશરણપણું (વિચાર !)
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (248
અપરતટ અંશ
૫