________________
ભાવાર્થ – હે ધર્મબંધુ ! મોક્ષસુખની ઈચ્છા, ભવ (સંસાર)ના સુખમાં કંટાળો, સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવની બુધ્ધિ, જગત ઉપર ઉપકાર કરવાની ભાવના આ મોક્ષની નજીક આવનાર ચિન્હો છે .૩૧ मुह्यति ललनादिषु यः स्निह्यति संपत्सु विश्वसत्यसुषु । न सृजति तेन स्वहितं,केवलमाकारतः स पुमान् ||३२|| ભાવાર્થ - હે બંધુ! જેઓ સ્ત્રી આદિમાં મોહ પામે છે. સંપત્તિ ઉપર સ્નેહ રાખે છે અને પ્રાણોમાં વિશ્વાસ ધરે છે. તે આત્મહિતને સાધી શકતો નથીઅર્થાત્ સાધતો નથી તે કેવલ માત્ર આકારથી મનુષ્ય છે ફરી अशुचिभ्य इव जुगुप्सा विषयेभ्यो भयमघादिव च निधनात् । विरति रक्षोभ्य इव क्रोधादिभ्यो लघु शिवाय ॥३३।। ભાવાર્થ - ગંદા પદાર્થોની જેમ વિષયો પર દુગંછા, મૃત્યુની જેમ પાપથી બીક અને દાનવોની જેવા ક્રોધાદિ કષાયથી દૂર ભાગવું આ શિધ્ર મોક્ષ પ્રાપ્તિનું કારણ થાય છે ૩૩ll गलिरिव निन्दाचारे गणिकेव स्वजनबन्धुजायादौ । नट इव लोकाचारे भवति श्राद्धोभवे विरक्तः ॥३४।। ભાવાર્થ - હે વેરાગી ! આ ભીમ ભયંકર સંસારથી ઉઠી ગયેલ મનવાળો શ્રાવક નિંદનીય કાર્ય કરવામાં માંદા-લંગડા બેલની જેમ, સગા સ્નેહી સબંધી અને સ્ત્રીઓને વિષે વેશ્યાની જેવો, સંસારી લોક વ્યવહારને વિષે નટ જેવો બને છે ૩૪ો. यो भाटकोत्पाटितभारवद्धनं, दुर्गाध्वसंप्रेषकवत् कुटुम्बकम् । श्रेयःपुरप्रापकपोतवद्वपुः पश्येत्स शुध्यत्यममो गृहेऽपि सन् ||३५|| ભાવાર્થ - હે ચારુચિત્ત! જે વેતન (ભાડુ) થી ઉપાડેલા વજનની જેમ ધનને, દુઃખે કરીને પાર ઉતરાય તેવા રાહમાં ભોમીયાની જેમ પરિવારને, મુક્તિપુર યાને શ્રેયપુર મેળવી આપનાર પહોંચાડનાર વહાણની જેમ શરીરને જુએ છે તે | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 239) અપરતટ અંશ - ૪
*: ',' ' ': ','1
*,
**,
, , , , , , , , , , ,
,
, , , , , , , , ,
,