________________
પરંતુ દઢ ભાવાદિ વડે સમ્યગ્ દર્શન, દેશવિરતિ, સચિત્તનો ત્યાગ, બ્રહ્મચર્યવ્રત, સર્વ વિરતિ આદિ મહાફલને આપનારા સરસ (સદ્ભાવપૂર્ણ) અનુષ્ઠાન કરનારા હોતા નથી. (ક્રિયાની રૂચિ હોય તો પુદ્દગલ પરાવર્તમાં મુક્તિને મેળવે, બે ઘડી સમ્યગ્ દર્શનના સ્પર્શથી અર્ધ પુદ્દગલ પરાવર્તમાં મુક્તિ પામે અને ક્રિયાના અભ્યાસથી ભવાંતરમાં ક્યારેક સમ્યગ્ જ્ઞાન ક્રિયા ક૨વાથી થોડા ભવમાં મુક્તિને પામે) તાત્કાલિક મનુષ્ય વ્યન્તરાદિ ભવોને પ્રાપ્ત કરે છે. શ્યામલ વણિકની જેમ તે આ પ્રમાણે
શ્યામલ વણિકની કથા.
કમલાપુર નામની નગરીમાં કુલધર અને શ્યામલ નામના બે વ્યાપારી રહેતા હતા તે ઘણા ધનવાન હતા. એક વખત ઉદ્યાનમાં ક્રીડા માટે ગયા ત્યાં કોઈનો ૨ડવાનો અવાજ (આક્રંદ) સુણી આગળ જતાં તે બન્ને જણાએ ધનેશ્વર શેઠના પુત્ર મલયચંદ્ર ને પોતાની સોલ સ્ત્રીઓની સાથે ક્રીડા કરતાં સર્પડંસથી ડંસાયેલો જોયો. તેટલામાં ત્યાં ચારણ શ્રમણ અને વિદ્યાધર જીવિત કરો એ પ્રમાણે પ્રાર્થના કરી. ત્યારે વિદ્યાધરે મુનિના ચરણ રજના સ્પર્શ દ્વારા તે મલયચંદ્રને જીવિત કર્યો જીવિત થયેલ તે મલયચંદ્રે પૂછ્યું કે અહીં બધા કેમ ભેગા થયા છો ? ત્યારે પિતા ધનેશ્વરે સંપૂર્ણ વૃતાંત કહી સંભળાવ્યો અને મુનિને નમસ્કાર કર્યા. મુનિ એ કહ્યું હે કુમાર ! એક સર્પના વિષનો નાશ થવા છતાં પણ તું મોહરૂપી સર્પનાં ડંસથી વ્યાકુલ છે. ( ડંસાયેલો છે.)
:
આઠમદ રૂપી ફણા વાળો, રતિ, અતિ રૌદ્ર (ભયંકર) બે જીભવાળો, હાસ્ય અને ભય રૂપી ભયંકર બે દાઢા વાલો ભયંકર મોહરૂપી મહાસર્પ છે તેનાથી ડંસાયેલુ જગત પણ અજ્ઞાન રૂપી ઝેર થી હણાયેલું છે. હિતાહિતનો કાંઈ વિચાર કરતું નથી તે મોહ વિષને સદ્ગુરુ રૂપી ગારુડી જ દૂર કરી શકે છે તો તું તે પ્રમાણે તેના નાશ માટે પ્રયત્ન કર.
કુમારે કહ્યું આપની કૃપાથી તે પણ નાશ પામશે મને વિધિ બતાવો એ પ્રમાણે કુમા૨ે કહ્યું ત્યારે મુનિ ફરી બોલ્યા સમ્યક્ત્વમંડલમાં બે પ્રકારની તરંગ - ૫-૬
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 36