SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પણાલ એટલે શું તે કહે છે - પણાલ એટલે પર્વતમાં જ જીભાદિ જેવો પાષાણવાળો નદી અને ઝરણાં ને ઉતરવાનો માર્ગ અથવા મહેલાદિમાં પાણી નીકળવાનો જે માર્ગ તે પણાલ (ખાળ) તેમાં વાદળાંનું પાણી ખળખળ વહેતું દેખાય છે પણ વર્ષાદ રહી ગયા પછી પણ કેટલોક સમય વહે છે. પરતું ત્યાં કોઈપણ જાતની ભીનાશ, રહેતી નથી. પાણી વહી ગયા પછી કુણાશ ભીનાશ અંકુરાદિ કાંઈપણ થતું નથી. તેમ કેટલાક જીવો ગુરુએ કહેલ કથા ગાથા શ્લોકાદિ બીજાને ઉપદેશ આપવા માટે, પોતાની પંડીતાઈ બતાવવા માટે ધારે છે અને ભણે છે. પરંતુ તેના હૃદયમાં (આત્મામાં) કોઈપણ જાતનો પરિણામ ઉત્પન્ન થતો નથી. કષાય મિથ્યાત્વાદિના કારણે અને સહનશીલતા, સરળતા, શુભ પરિણામ આદિ ન હોવાના કારણે તે આત્માને કોઈ ફાયદો થતો નથી ઘણા પ્રકારની કથા, નાટક, પુસ્તક, આદિ વ્યાખ્યાકારક અંગારમઈકાચાર્યની જેમ પરિણતિ વગરના દૃષ્ટાંત કહે છે. મારવાડ દેશમાં થોડો વર્ષાદ રેતીમાં જ વિલય પામે છે અર્થાત્ સમાઈ જાય છે. વર્ષાદ વરસ્યો કે નહિ તે પણ જણાતો નથી ઘણી વૃષ્ટિ થાય ત્યારે સામાન્ય ઘાસ, કેરડો, ખીજડી વનાદિના ઝાડો અને ચોળા મગ આદિ અનાજ પ્રાયઃ કરીને નીરસ ઉત્પન્ન થાય છે વળી દુર્વાદિ, ઔષધિ, કેરી, રાયણ, કેળાં, નાળિયેર, સોપારી, નાગરવેલ, દ્રાક્ષાદિની વેલો, ચોખા, ઘઉં આદિ ધાન્ય, ગોળ-સાકળ આદિના હેતુ રૂપ શેરડી (ઉસ-ગન્ના) ના ખેતરો પ્રાય: કરીને રસ વાળા ઉત્પન્ન થતાં નથી. એ પ્રમાણે કેટલાક જીવોને થોડા ઉપદેશથી કાંઈપણ પરિણામ જાગતા નથી. ઘણો ઉપદેશ આપવાથી કંઈક ભાવ ઉત્પન્ન થવાથી દાક્ષિણ્યાદિ ગુણથી દેવ ગુરુને નમસ્કાર, અનંતકાય, અભક્ષ્ય ભોજનાદિ કરવા રૂપ સ્થૂલ હિંસાદિના નિયમ, નવકાર મંત્ર ગણવા, સમતા રૂપ સામાયિક આવશ્યકાદિ કરે છે પરંતુ અલ્પ પરિણામ વાળું ચિત્ત એકાગ્રતાનો અભાવ સમ્યવિધિ (સુવિધિ) નો અનાદર એના કારણે સ્વલ્પ ફળનું કારણ હોવાથી એવી ક્રિયા કરનારાને નીરસ કહેવાયા છે. Haaaaaaaa a aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaawaanumansugaaaaaawaaaaaaaagan 990- 8 324340 %aa%a8818888888888888883 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (35) | તરંગ - ૫-૬
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy