SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (ગ્રહણ અને આસેવનરૂપ) શિક્ષા લેવા પૂર્વક યતિ ધર્મ રૂપ મંત્ર નો જાપ કરવો. ન ત્યાર બાદ તેણે સોલે પત્નિઓ સાથે દીક્ષા ગ્રહણ કરી તેનું સાહસ જોઈને ઘણા લોકોએ દીક્ષા લીધી. કુલધરે પણ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પણ શ્યામલ બોધ ન પામ્યો. મિત્રતાની સફળતા માટે અને ધર્મને પમાડવાની ઈચ્છાવાળો કુલધર શ્યામલને વારંવાર ગુરુની પાસે લઈ જાય છે. અને તેઓ તેને ધર્મ સંભળાવે છે..... તે તે સાંભળે છે. પછી ક્રમે કરી તેણે કેટલાક નીયમો લીધા. તે એક સામાયિક પણ ઘણા પ્રયત્ન કરે છે. વળી સામાયિક કરતી વખતે વિકથાદિ પ્રમાદમાં તત્પર થતાં એવા તેને કુલધર શીખામણ આપતો ત્યારે આ મારા છીદ્રો જુએ છે. એ પ્રમાણે વિચારી તે હ્રદયમાં દુઃખી થતો. તે જાણીને કુલધર ઉપેક્ષા કરવા લાગ્યો ક્રમેકરી મૃત્યુ પામી દેવલોકમાં અલ્પ ઋધ્ધિવાળોદેવ થયો. કેટલાક ભવો ભમીને મોક્ષને પામશે. શુધ્ધ ધર્મમાં તત્પર કુલધર પણ શક્રનો સામાનિક દેવ થઈ ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મોક્ષ પ્રાપ્ત કરશે. કાળી જમીન ઉપલક્ષણથી કાળી પૃથ્વી :- કોંકણ, સૌરાષ્ટ્ર, માલવ આદિની કાળી પૃથ્વી - કાળી જમીનમાં જેવી રીતે ક્યારેક ક્યારેક ઘણો કે થોડો વરસાદ થયે છતે ઘણા દુર્વાદિ ઘાસ, આમ્રવૃક્ષ, દ્રાક્ષ, શેરડી, ડાંગર, ઘઉં આદિ ધાન્ય પ્રાયઃ કરીને રસથી યુક્ત મધુર ઉત્પન્ન થાય છે. તેવી રીતે કેટલાક જીવોને થોડો પણ ગુરુનો ઉપદેશ સાંભળવાથી બોધિ બીજ (સમ્યગ્દર્શન) ની પ્રાપ્તિ થાય છે. અને પછી મહાફળના કારણરૂપ ભાવની દૃઢતાદિ વડે સમ્યગ્દર્શન, દેશિવરિત, સિંચત્ત ત્યાગ, બ્રહ્મચર્ય વ્રતાદિ ને પામે છે..... અને તેઓ નજીકમાં મોક્ષને મેળવનારા છે. (તેઓ) સાત આઠ ભવે અથવા ત્રીજે ભવે મુક્તિગામી બને જ છે. જેમકે :- (૧) ઋષભ દેવ (૨) શાન્તિનાથ (૩) નેમિનાથ (૪) પાર્શ્વનાથ (૫) મહાવી૨પ્રભુ દરેકના અનુક્રમે પ્રથમ ભવ કહે છે. :- (૧) ધનાસાર્થવાહ (૨) શ્રીષણનૃપ (૩) ધન, ધનવતી (૪) મરુભૂતિ (૫) નયસાર આદિની જેમ મુક્તિ ગામી બને છે. ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 37 તરંગ - ૫-૬
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy