________________
२०
जीवदयाप्रकरणम् तथा - उक्तनिदर्शनप्रकारेण, लोके जीवदयाया विना धर्मोऽपि न विद्यते, तदेकाधार रत्वात्तस्य, अन्वाह - सव्वाओ वि नईओ कमेण जह सायरम्मि निवडंति । तह भगवई अहिंसा सब्वे धम्मा समच्चंति - इति (नानााचित्तप्रकरणे ७८), अत एवाहुः परेऽपि - प्रविशन्ति यथा नद्य: समुद्रं ऋजुवक्रगाः । सर्वे धर्मा अहिंसायां प्रविशन्ति तथा दृढम् - इति (पद्मपुराणे) । उपमान्तरतो दयामाहात्म्यमाह - इक्क च्चिय जीवदया जणेइ लोयम्मि सयलसुक्खाई । जह सलिलं धरणिगयं निप्फायइ सयलसरसाइं ॥१६॥
દ્રષ્ટાન્તની રીતે, લોકમાં જીવદયા વિના ધર્મ પણ નથી, કારણ કે ધર્મનો આધાર માત્ર જીવદયા છે. કહ્યું પણ છે - જેમ સર્વ નદીઓ ક્રમપૂર્વક સાગરમાં મળે છે, તેમ સર્વ ધર્મો ભગવતી અહિંસામાં મળે છે. (નાનાચિત્તપ્રકરણ ૭૮). માટે જ અન્યોએ પણ કહ્યું છે – જેમ સરળ અને વાંકી નદીઓ સાગરમાં પ્રવેશે છે, તેમ સર્વ ધર્મો નિશ્ચિતપણે અહિંસામાં પ્રવેશે છે. (પદ્મપુરાણ).
અન્ય ઉપમાથી દયાનો મહિમા કહે છે -
એક જીવદયા જ લોકમાં સર્વ સુખોને જન્મ આપે છે. જેમ ભૂમિમાં ગયેલું પાણી સર્વ ધાન્યોને ઉત્પન્ન કરે છે. તે ૧૬ .