SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ श्री सङ्घाचार भाष्यम् છે. અર્થાત્ ક્રિયા પણ પરંપરામાં આવી છે. આ દષ્ટાંતનો ઉપનય : ચાર પ્રકારનો શ્રમણસંઘ ચારદ્વાર વાળો કિલ્લો છે. ઉત્તમ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ધન ધાન્ય અને વસ્ત્ર સ્વરૂપ છે. ભવ્યજીવો મૃગાવતી સમાન છે. ચંડપ્રદ્યોતના ઘેરામાંથી બચાવનાર મહાવીર પ્રભુ સમાન વિશુદ્ધ ચરણનૃપ છે. મૃગાવતીના સૌભાગ્ય અને લાવણ્યના સ્થાને મૂળગુણો તથા ઉત્તરગુણો છે. ચિત્રકાર સમાન કલિયુગ છે. ચંડપ્રદ્યોત રાજા સમો મોહનૃપ છે. નવ નોકષાય, મિથ્યાત્વ અને ૪ કષાયો રાજા જેવા છે. મૃગાવતી ચંડપ્રદ્યોતના ભયથી કિલ્લામાં રહી અને પોતાનું શીલ પાળ્યું તેમ મોહરાજાનો ભય રાખી ચાર પ્રકારના સંઘમાં રહી ધર્મની આરાધના કરો. જેમ પ્રદ્યોતરાજાની અનુજ્ઞા મળતા ઉજ્જૈનીથી ૧૦૦યોજન દૂર આવેલ કૌશાંબી સુધી એક હાથથી બીજા હાથમાં, બીજા હાથથી ત્રીજા હાથમાં એ રીતે સૈનિકોએ ઈટ લાવી છે તેમ પ્રભુવીરથી યુગપ્રધાન આચાર્ય ભગવંતોએ ચૈત્યવંદનાદિ વિધિને સૂત્રથી, અર્થથી અને ક્રિયાથી લાવી છે. ઈતિ આચાર્ય પરંપરામાં ઉજ્જયિની પુરુષેષ્ટકા દષ્ટાંત સમાપ્ત. ચૈત્યવંદન ભાષ્યના આરંભમાં જ ગ્રંથની પીઠિકા સ્વરૂપ મંગલ, વિષય આદિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. શ્રોતાઓ આ પ્રસ્તુત ગ્રંથના શ્રવણ આદિમાં સ્થિરતા રાખી શકે માટે મંગલ-વિષય આદિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પહેલી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે ચૈત્યવંદનાદિ એ કાયમ કરાતું અનુષ્ઠાન છે. આથી સંઘની આચારવિધિ સ્વરૂપ આ ચૈત્યવંદન આદિ ને કહીશ. આ ચૈત્યવંદન-ગુરુવંદન-પચ્ચખાણ આદિ વિધિમાં ચૈત્યવંદનની વિધિને શા માટે પ્રાથમિકતા આપવામાં આવે છે તેનું સમાધાન આપતા કહે છે કે - साहूण गिहत्थाण य सव्वाणुट्ठाणमूलमक्खायं । चिइवंदणमेव जओ ता तम्मि वियारणा जुत्ता ॥ સાધુ ભગવંતોના તથા શ્રાવકોનાં બધાં જ અનુષ્ઠાનોના મૂળ સ્વરૂપે ચૈત્યવંદનને કહેવામાં આવ્યું છે. આ કારણેજ ચૈત્યવંદનની વિચારણા પ્રથમ કરવી તે અત્યંત ઉચિત છે. બીજું આવશ્યક ચૂર્ણિમાં પણ કહ્યું છે કે “સામફિટિફિવિ વડવી થયā' સામાયિકમાં પણ ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ) બોલવો જોઈએ. આ વચનોને અનુસાર ભાષ્યકાર મહર્ષિ ચૈત્યવંદનની વિધિને પહેલા કહેવાની ઈચ્છાવાળા શાસ્ત્રના મુખ સ્વરૂપ ચાર ગાથાઓને કહે છે. આ ચાર ગાથામાં મુખ્ય ૨૪ લાર બતાવવામાં આવ્યા ૨૪ હારની ગાથા - दहतिग ॥१॥ अहिगमपणगं ॥२॥दुदिसि ॥३॥तिहुग्गह॥४॥तिहा उवंदणया
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy