________________
श्री सङ्घाचार भाष्यम्
૩૩ ત્યારબાદ ભવ્યજીવોના મનને આનંદિત કરનારા પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. પ્રભુના પ્રભાવથી રાજા ચંડપ્રદ્યોતનું વેર ચાલ્યું ગયું અને કૌશાંબી નગરીમાં બાળક - ઉદાયનને રાજગાદી ઉપર બેસાડી ઉજ્જૈની તરફ રાજાએ પ્રયાણ કર્યું.
ચંડપ્રદ્યોત રાજાનું આ દષ્ટાંત પ્રસંગોચિત હોવાથી અહીં કહ્યું છે, બાકી આ દષ્ટાંત કહેવાનું પ્રયોજન તો આચાર્ય પરંપરાના દષ્ટાંત ભૂત પુરુષ પરંપરા છે. જેમ પુરુષોની પરંપરાથી અવંતી નગરીમાંથી ઈટો કૌશાંબી સુધી લાવવામાં આવી તે રીતે આચાર્ય ભગવંતોની પરંપરાથી પ્રભુવીરના મુખમાંથી નીકળેલું શ્રુતજ્ઞાન અહીં સુધી આવ્યું છે. આ આચાર્ય ભગવંતોની પરંપરા આ પ્રમાણે છે.
ભગવાન મહાવીર સ્વામીની પાટ પરંપરા
(૧) સુધર્મા સ્વામી (૨) જંબૂસ્વામી (૩) પ્રભવ સ્વામી (૪) શય્યભવસૂરિ (૫) યશોભદ્રસૂરિ (૬) સંભૂતિ વિજય (૭) ભદ્રબાહુ સ્વામી (૮) સ્થૂલભદ્રજી (૯) આર્ય મહાગિરિ (૧૦) સુહસ્તી સૂરિ (૧૧) ગુણસુંદરસૂરિ (૧૨) કાલકગુરુ (૧૩) સ્કંદિલાચાર્ય (૧૪) રેવતીમિત્ર (૧૫) ધર્મસૂરિ (૧૬) ભદ્રગુપ્તસૂરિ (૧૭) શ્રી ગુપ્તસૂરિ (૧૮) વજસ્વામી (૧૯) આર્યરક્ષિત સૂરિ (૨૦) દુર્બલિકાપુષ્યમિત્ર (૨૧) વજસેન (૨૨) નાગહસ્તી (૨૩) સિંહસૂરિ (૨૪) નાગાર્જુન (૨૫) ભૂતદિન્ન (૨૬) કાલકાચાર્ય (૨૭) સત્યમિત્ર (૨૮) હારિલસૂરિ (૨૯) જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ (૩૦) ઉમાસ્વાતિ વાચક (૩૧) પુષ્પમિત્ર (૩૨) સંભૂત (૩૩) માઢર આર્ય સંભૂત (૩૪) ધર્મઋષિ (૩૫) જ્યેષ્ઠાંગ ગણિ (૩૬) ફલ્યુમિત્ર (૩૭) ધર્મઘોષસૂરિ ઈત્યાદિ ગણધર ભગવંતો, કેવલી ભગવંતો, ચૌદ પૂર્વધરો, નવપૂર્વધરો આદિ યુગપ્રધાન આચાર્ય ભગવંતોની પરંપરા વડે આ શાસ્ત્ર અમારા ગુરુ સુધી આવ્યું છે.
આ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સૂત્રથી, અર્થથી અને ક્રિયાવિધિથી આચાર્ય પરંપરામાં આવ્યું એવી ઉપરોક્ત સર્વ વાત આવશ્યક ચૂર્ણિમાં કહેલી છે.
આવશ્યક ચૂર્ણિ-રૂયં પોપ વત્રિય, સત્ય પરંપરા હિરો, પણ दव्वपरंपरओ, एएण भावपरंपरओ साहिज्जइ, जहा वद्धमाणसामिणा सुहंमस्स, जबू नाम अम्ह वायणायरिया आणुपुव्वी कमपरिवाडीए आगयं सुत्तओ अत्थओ करणओ य।
ચંડપ્રદ્યોત રાજા તથા મૃગાવતી રાણીનું આ દષ્ટાંત પ્રસંગથી કહ્યું, પણ અહીં મનુષ્યની પરંપરાથી ઈટ આવી તેનો અધિકાર છે. આ પુરુષોની પરંપરા દ્રવ્ય પરંપરા છે. આ દ્રવ્યપરંપરા કહીને ભાવ પરંપરા કહેવી છે. વર્ધમાન સ્વામીએ સુધર્માસ્વામીને, સુધર્માસ્વામીએ જંબુસ્વામીને અને યાવત્ અમારા વાચનાચાર્ય સુધી ક્રમે કરીને ચૈત્યવંદનાદિ ચાલ્યું આવ્યું છે. આ અનુષ્ઠાન સૂત્રથી, અર્થથી અને ક્રિયાથી આવ્યું