________________
श्री सङ्घाचार भाष्यम्
૩૫
॥५ ॥ पणिवाय ॥६॥ नमुक्कारा ॥७॥ वण्णा सोलस य सीआला ॥८ ॥ इगसीइसयं तु या ॥ ९ ॥ सगनउई संपया ॥ १० ॥ उ पण दंडा ॥ ११ ॥ बार अहिगारा શ્રી ઘડવંશિ ॥ ॥ સવિધ્ન ॥૪॥ ચહ્ન નિળા ાણ્ણા વકરો થુક ॥૬॥ નિમિત્તg IIIા વારસ હૈ મૈં ॥૮॥ સોન આવારા | મુળવીસ રોસ ૨૦ કસ્સામાળ ારા થુત્તે ॥૨૨॥ ૨ સમવેતા ારરૂ॥ ૮॥ વસ आसायणचाओ ॥२४॥ एवं चिइवंदणाइ ठाणाणि । चउवीस दुवारेहिं दुसहसा हुंति
વડયT III
ગાથાર્થ :- દર્શત્રિક-૧, પાંચ અભિગમ-૨, બેદિશિ-૩, ત્રણ અવગ્રહ-૪, ત્રણ પ્રકારે વંદના-૫, પ્રણિપાત-૬, નમસ્કાર-૭, ૧૬૪૭ વર્ણ-૮, ૧૮૧ પદો-૯, સત્તાણું સંપદાઓ-૧૦, પાંચ દંડકો-૧૧, બાર અધિકારો-૧૨, ચાર વંદના કરવા યોગ્ય-૧૩, સ્મરણ કરવા યોગ્ય-૧૪, ચાર પ્રકારના જિનેશ્વરો-૧૫, ચાર સ્તુતિઓ૧૬, આઠ નિમિત્તો- ૧૭, બાર હેતુઓ- ૧૮, સોળ આગારો- ૧૯, ઓગણીસ દોષો- ૨૦, કાઉસગ્ગનું પ્રમાણ- ૨૧, સ્તવન- ૨૨, સાતવેળા- ૨૩, દેશ આશાતનાઓનો ત્યાગ-૨૪. આ ચોવીસ દારોને આશ્રયીને ચૈત્યવંદનમાં સર્વે સ્થાનો બે હજાર ચુમ્મોતેર (૨૦૭૪)છે.
ટીકાર્થ :- (૧) દશત્રિક : આ પ્રથમ દ્વારમાં દશત્રિક સામાન્યથી બતાવ્યા છે. સાધુ અથવા શ્રાવક જ્યારે જિનાલયમાં બહુમાન પૂર્વક પ્રવેશ કરે ત્યારથી લઈને નિસીહિ ત્રિક આદિ પ્રણિધાન પર્યંતની ચૈત્યવંદનની મુખ્ય વિધિઓ આ દશત્રિક દ્વારા બતાવવામાં આવશે. દશત્રિક નામના પ્રથમ દ્વારમાં દશત્રિકના ૩૦ સ્થાનો છે. અર્થાત નિસીહિ ત્રિક આદિ દશત્રિકો છે. દહતિગ આદિ ગાથામાં વિભક્તિનો લોપ પ્રાકૃત વ્યાકરણના અનુસારે જાણવો.
(૨) પાંચ અભિગમ : જિનાલયમાં સમૃદ્ધ વ્યક્તિએ અને ઋદ્ધિ વિનાના શ્રાવકોએ કેવી રીતે પ્રવેશ કરવો તે આ દ્વારમાં બતાવવામાં આવશે. ચૈત્ય પ્રવેશ વિધિનું નામ જ અભિગમ છે. આ અભિગમ પાંચ પ્રકારનો છે. ‘સચિત્ત દવ્યમુઋણ’ આ ગાથા દ્વારા પાંચ અભિગમ બતાવવામાં આવશે.
(૩) દુદિસિ : જિનાલયમાં પ્રવેશ નિસીહિત્રિક આદિ વિધિ પૂર્વક કર્યો. ત્યારબાદ ભાવપૂજા, દ્રવ્યપૂજા આદિ કરવાની ઈચ્છાવાળા પુરુષ અથવા સ્ત્રીએ કયી દિશામાં ઉભા રહીને પૂજા કરવી? સ્ત્રીએ વંદના આદિ વિધિમાં ડાબી દિશામાં રહેવું અને પુરુષે જમણી દિશામાં રહેવું ઉચિત છે. આ વિધાન ‘વંદંતિ જિણે દાહિણ’ ગાથા દ્વારા બતાવવામાં આવશે.
(૪) ત્રણ પ્રકારનો અવગ્રહઃ ડાબી અને જમણી દિશામાં જિનેશ્વર પ્રભુથી કેટલા દૂર ઊભા રહીને વંદન કરવું? એ સૂચવવા માટે દિશા પછી અવગ્રહ નામનું