SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૬ श्री सङ्घाचार भाष्यम् કહ્યું છે- પતિં શ્રત શાત્રે ગુસપરિવરઘ મુમતપશ્ચરણમ્ घनर्जितमिव विजलं विफलं सकलं दयाविकलम् ॥ શાસ્ત્રનું અધ્યયન, શાસ્ત્રનું શ્રવણ, ગુરુભગવંતોની વેયાવચ્ચ તથા મહાતપના સેવનમાં દયા ભળેલી ન હોય તો નિર્જળ વાદળાના ગડગડાટની જેમ શાસ્ત્રના અધ્યયન આદિ નિષ્ફળ છે. जयणा उ धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव । तह वुड्डिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥ જયણા ધર્મને જન્મ આપનારી માતા છે, જયણા ધર્મનું રક્ષણ કરે છે, જયણા ધર્મની વૃદ્ધિ કરે છે તથા જયણા એકાંતે સુખ આપનારી છે. મહાનિશીથ સૂત્રમાં પણ કહ્યું છે- હે ભગવન! કયા કારણથી એમ કહેવાય છે કે પંચમંગલ મહામૃત સ્કંધને ભણ્યા પછી ઈરિયાવહિયા સૂત્ર ભણવું જોઈએ? હે ગૌતમ! આપણો આ આત્મા જ્યારે જવા આવવા વગેરેની ક્રિયાના પરિણામમાં પરિણત થયો હોય તથા અનેક જીવો, પ્રાણો, ભૂતો અને સત્ત્વોને અનુપયોગ કે પ્રમાદથી સંઘટ્ટના, ઉપદ્રવ કે કિલામણા કરીને પછી તેનું આલોચન પ્રતિક્રમણ કરવામાં ન આવે તો સમગ્ર કર્મના ક્ષય માટે ચૈત્યવંદન સ્વાધ્યાય, ધ્યાન આદિ કોઈપણ અનુષ્ઠાન કરવામાં આવે તો તે સમયે એકાગ્રચિત્તવાળી સમાધિ થાય કે ન પણ થાય, કારણકે ગમનાગમન આદિ અનેક પ્રકારે અન્ય વ્યાપારનાં પરિણામમાં આસક્ત થયેલા ચિત્તથી કેટલાક પ્રાણીઓ તે પૂર્વના પરિણામને નહી છોડતા આરૌદ્ર અધ્યવસાયવાળા પરિણામમાં કેટલોક કાળવર્તે છે. ત્યારે તેના ફળમાં વિસંવાદ થાય છે. જ્યારે વળી કોઈ પ્રકારે અજ્ઞાન, મોહ, પ્રમાદ આદિના દોષથી એકેન્દ્રિયાદિક જીવોના સંઘટ્ટન કે પરિતાપન થઈ ગયા હોય અને ત્યારપછી અરેરે! આ અમારાથી ખોટું કાર્ય બની ગયું. અમો સજ્જડ રાગ દ્વેષ મોહ મિથ્યાત્વ અને અજ્ઞાનથી અંધ બની ગયા છીએ. પરલોકમાં આ કાર્યના કેવા કડક ફળ ભોગવવાં પડશે. એનો વિચાર પણ આવતો નથી. ખરેખર અમે દૂરકર્મ અને નિર્દય વર્તન કરનારા છીએ. આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા અને અતિ સંવેગ પામેલા આત્માઓ સારી રીતે પ્રગટ પણે ઈરિયાવહિય સૂત્રથી દોષોની આલોચના કરીને, નિંદા કરીને, ગુરુની સાક્ષીએ ગહ કરીને, પ્રાયશ્ચિતનું સેવન કરીને શલ્ય વગરના થાય છે. ચિત્તની સ્થિરતાવાળો અશુભકર્મના ક્ષય માટે જે કાંઈ આત્મહિત માટે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં ઉપયોગવાળો થાય. ત્યારે તેને પરમ એકાગ્રચિત્તવાળી સમાધિ પ્રાપ્ત થાય. તેનાથી જ સર્વ જગતના જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વોને જે ઈષ્ટ ફલ હોય તેવી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય. તે કારણે હે ગૌતમ! ઈરિયાવહિયા પ્રતિક્રમણ કર્યા સિવાય ચૈત્યવંદન સ્વાધ્યાયાદિક કોઈપણ અનુષ્ઠાન ન કરવું જોઈએ. જો યથાર્થ ફળની અભિલાષા રાખતા હોતો આ કારણે હે ગૌતમ!
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy