SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ श्री सङ्घाचार भाष्यम् કહ્યું છે- હે ગૌતમ! મારા નિર્વાણની રાત્રિએ ઉદાયીરાજાનું પુત્ર વિના જ મરણ થશે અને અવંતીનો રાજા પાલક પાટલીપુત્રનો સ્વામી થશે. આ પાલક રાજા સાઈઠ વર્ષ રાજ્ય પાળશે. તેમની પછી નવનંદો ૧૫૫ વર્ષ, નવમોર્યવંશીઓ ૧૦૮વર્ષ, પુષ્પમિત્ર ૩૦ વર્ષ, બલમિત્ર અને ભાનુમિત્ર ૬૦ વર્ષ, નરવાહન ૪૦ વર્ષ, ગર્દભિલ્લરાજા ૧૩ વર્ષ, કાલકસૂરિએ લાવેલા યવનરાજાઓ ૭૪ વર્ષ રાજ્ય કરશે. મારા પછી ૪૭૦ વર્ષબાદ વિક્રમરાજા ૬૦ વર્ષ રાજ્ય કરશે. ધર્માદિત્ય ૪૦ વર્ષ, ભાઈલરાજા ર૩ વર્ષ, નાહડ આઠ વર્ષ, ધુંધુમાર ૩૦ વર્ષ, લઘુવિક્રમાદિત્ય ૧૨ વર્ષ, બુદ્ધિમિત્ર ૧૦ વર્ષ અને અંધહૈહયવંશના અંધ ભોજ રાજા ૮૦ વર્ષ રાજ્ય કરશે.' આ ભાઈલરાજા એકદિવસ જીવિતસ્વામીની પ્રતિમાને રાત્રે પૂજતો હતો. બહાર આવેલા દેવોને જોવા માટે પૂજા કરતો કરતો ઉત્સુક્તાથી છુપી રીતે બહાર આવ્યો. બહાર આવેલા ભાઈલ રાજાને દેવે કહ્યું કે રાજન! માંગો, તમે માંગો તે આપું. ભાઈલ રાજાએ માંગણી કરી કે હું અહીંયા સદા પ્રસિદ્ધ થાઉં. દેવે ભાઈલરાજાની ઈચ્છાને પુરી કરી પણ તેને કહ્યું કે આ જીવિત સ્વામીનું તીર્થ મિથ્યાત્વી થશે, કારણકે તારી પૂજા તો હજી અધુરી હતી અને તું બહાર આવી ગયો. દેવો તો આટલું બોલીને તરતજ નીકળી ગયા. પોતાનાથી બહું ખોટું કરાયું છે. એવું વિચારીને રાજા ઝૂરવા લાગ્યો. ત્યારબાદ ભાઈલસ્વામી તરીકે આ તીર્થ અવંતીમાં પ્રસિદ્ધ થયું. અને તે આજે પણ અવંતીમાં છે. શેષ દૃષ્ટાંત જીવિત પ્રતિમા ઉત્પત્તિ પ્રકીર્ણકથી જાણવું. ગંધાર શ્રાવકના આ દૃષ્ટાંત દ્વારા ગંધાર દ્વારા રાત્રે પણ સ્તુતિ દ્વારા કરાયેલ વંદન, દેવતાએ ગંધારને આપેલ વરદાન, સુવર્ણગુલિકાને રાજ્યની પ્રાપ્તિ આદિનું વર્ણન કરવામાં આવ્યું પણ આ દષ્ટાંતમાં ત્રિદિશામાં નિરીક્ષણનું વર્જન કરવું તે પ્રસ્તુત છે. એકાગ્રતા મેળવવા માટેના નિમિત્તભૂત એવું ગંધાર શ્રાવકનું પ્રસિદ્ધ દષ્ટાંત સાંભળીને હે ભવ્યજીવો! ઉત્તમભાવનાપૂર્વક ત્રણે દિશામાં જોવાનો ત્યાગ કરી પ્રભુને વંદના કરવી. ઇતિ ત્રિદિફનિરીક્ષણના વર્જનમાં ગંધારશ્રાવકનો સંબંધ : ત્રિદિશિનિરીક્ષણ વિરતિ નામનું છટ્ઠત્રિક ઉપર વિચારવામાં આવ્યું. હવે સાતમુ ત્રિક-પયભૂમિ પગજ્જણં ચ તિખુત્તો - ત્રણવાર પગની ભૂમિને પ્રમાર્જવી નામનું ત્રિક અહીંયા વિચારાય છે. (૭) ત્રણવાર પગની ભૂમિની પ્રમાર્જના : કોઈપણ ધર્માનુષ્ઠાનમાં દયાની પ્રધાનતા રાખવામાં આવે તો જ તે ધર્માનુષ્ઠાન સફળ બને છે.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy