SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ श्री सङ्घाचार भाष्यम् એમ કહેવાય છે કે પંચમંગલ મહાશ્રુત સ્કંધ નવકાર સૂત્ર, અર્થ અને તદુભય સહિત સ્થિર પરિચિત કરીને પછી ઈરિયાવહિયં સૂત્ર ભણવું. દશવૈકાલિક સૂત્ર ની બીજી ચૂલિકાની ટીકામાં પણ કહ્યું છે- રૈયાથિયા: પ્રતિમાં વિના ન પતે વિમપિ ર્તુમ્- ઇરિયાવહિયા પડિક્કમ્યાં વિના કોઈ પણ અનુષ્ઠાન કરવું ન કલ્પે. આમ, ઉપરોક્ત આગમપાઠના આધારે ધર્મના સઘળાં અનુષ્ઠાનો ઈરિયાવહિયા પૂર્વક જ કરવા. ઈરિયાવહિયા કરવાથી અનુષ્ઠાનમાં ચિત્ત એકાગ્રતાવાળું બને છે અને તેથી જ અનુષ્ઠાન સફળ થાય છે. ઈરિયાવહિયા કરવામાં ન આવેતો ઈરિયાવહિયા કરવા રૂપ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત દ્વારા થતી એકાગ્રતા પ્રાપ્ત ન થાય. તથા ઈરિયાવહિયાનું વિધાન શાસ્ત્રોક્ત છે કારણકે પુષ્કલીએ શંખશ્રાવકને વંદન કરતા પહેલા ઈરિયાવહિયા કરેલા એવો ઉલ્લેખ મળે છે. આમ, અનુષ્ઠાન સફળ થાય છે, એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રમાં વિધાન કરવામાં આવ્યું છે માટે ઈરિયાવહિયા કરવા. ભગવતી સૂત્રના બારમા ઉદેશાના પહેલા શતકમાં : गमणागमणाएँ पडिक्कमइ, संखं समणोवासयं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता વં વવાસી- ગમનાગમનમાં લાગેલા પાપોનું પુષ્કલી શ્રાવકે પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને શ્રમણોપાસક શંખને વંદન અને નમસ્કાર કર્યા, વંદન અને નમસ્કાર કરીને શંખને આ પ્રમાણે કહ્યું, ઈરિયાવહિયા પડિક્કમવા પૂર્વે ત્રણવાર પગની ભૂમિને પૂંજવી. મહાનિશીથમાં પણ કહ્યું છે- રિય પડિમિનામે નફ તિન્નિ વારાડ चलणमाणं हिटिठमं भूमिभागं न पमज्जिज्जा तो पायच्छितं ઈરિયાવહિયા કરવાની ઈચ્છા કરનાર જો પગની ભૂમિની ત્રણવાર પ્રમાર્જના ન કરે તો તેને પ્રાયશ્ચિત આવે છે. પુષ્કલી શ્રાવકનું દૃષ્ટાંત : શ્રાવસ્તી નામની નગરી હતી. આ નગરી આપત્તિ વિનાની હતી. શ્રાવકોની સારી વસતિ અહીંયા હતી. શ્રાવકોમાં શંખ નામનો શ્રેષ્ઠ શ્રાવક હતો. તેને ઉત્પલા નામની પ્રિયા હતી. તે પણ જિનેશ્વર પ્રભુના ચરણકમળની ઉપાસિકા હતી. આ નગરમાં પુષ્કલી નામનો એક શ્રાવક પણ વસતો હતો. તે પણ સંસારમાં કમલની જેમ નિર્લેપ હતો. આ નગરમાં બીજા પણ ઘણા શ્રાવકો વસતા હતાં. તેઓ જીવાદિ તત્ત્વોના જાણકાર હતાં, ઘણી સમૃદ્ધિવાળા હતાં, તેમના સ્વજનો પણ ઘણા હતાં અને તેઓ ઘણી કુશાગ્રબુદ્ધિવાળા હતાં.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy