________________
પ્રદીપિકા ચાલતું અને બાંધેલા એવા પાણીમાં પાત્રને મૂકીને “હે લોકો ! મારી નાવડી તરે છે જુઓ', એ ચેષ્ટા વડે કરીને પોતાના આત્માને તે જ ભવે સંસારસાગરને પાર ઉતરવાનું સૂચવ્યું, અને “જે ચેષ્ટા દોષ સૂચક નથી અને ગુણસૂચક નથી તે બધી ચેષ્ટા બાલ સાધારણ જાણવી. એમ શંકા નહિ કરવી કે “અતિમુક્તક કુમારને પણ આ ચેષ્ટા સાધારણ થશે.” પ્રવ્રજિત એવા બાલકોનું અસાધારણપણું હોવાથી તેની ચેષ્ટા અસાધારણીય હોય અને તેથી કરીને પ્રવ્રજિત બાલકોની અંદર જિનદત્તની દોષ સૂચવનારી આ અસાધારણીય ચેષ્ટા છે, એમ જાણવું, એ પ્રમાણે જિનદત્તની ચર્ચા પૂરી થઈ.
હવે સ્ત્રી સ્વરૂપની ચર્ચા કરાય છે. હે ! ચામુંડિકના છોકરા ! મનુષ્ય સ્ત્રી જે છે તે, જિનપ્રતિમાની પૂજાને માટે યોગ્ય છે કે નહિ? જો પહેલો વિકલ્પ કહેતો હોય તો ઉસૂત્ર પદોદ્ઘાટન કુલકને બનાવતા એવો જિનદત્ત શું મદિરા પીધેલો હતો? કે જેથી કરીને “સ્ત્રી જિનાર્ચા પ્રરૂપકોને ઉસૂત્ર ભાષીઓ છે? પ્રમાણે કહ્યું.
- હવે બીજો વિકલ્પ યોગ્ય નથી, બીજા વિકલ્પમાં કેમ યોગ્ય નથી ? અપાવિત્યપણું હોવાથી, એમ જો કહેતો હોય તો તે સ્ત્રીઓનું અપાવિત્યપણું સાર્વત્રિક છે કે કદાચિત છે?” જો “સાર્વત્રિક છે એ પ્રમાણે કહેતો હોય તો જ્ઞાન ભણવું-જ્ઞાન ભણાવવું, નવકારમંત્ર ગણવા, પ્રતિક્રમણ : કરવું, પૌષધઆદિનું ગ્રહણ કરવું અને સાધુ આદિને દાન દેવું આદિ સર્વ ધર્મકૃત્ય સ્ત્રીઓને માટે ઉચ્છેદિત થઈ જશે.
હવે બીજા-કદાચિત્ વિકલ્પ'માં તો પુરુષોને પણ તેવા પ્રકારના અપવિત્રનો સંભવ હોવાથી, ઔદારિક શરીરધારી માત્રને નિષેધનો પ્રસંગ ઉપસ્થિત થતો હોવાથી: તારું પણ ધર્મ ઉપદેશકપણે કેવી રીતે સંભવે ? આમ અત્યંત અઘટિતપણું થાય છે, એ પ્રમાણે સ્ત્રી સ્વરૂપની ચર્ચા થઈ. હવે પ્રતિમાનું સ્વરૂપ ચર્ચે છે.
હે જિનદત્તના છોકરા ! સ્ત્રીએ પૂજેલી પ્રતિમાઓ શું અપૂજ્ય છે અને અવંદનીય બને છે ? અથવા તો તે પ્રતિમાનો વિનાશ થાય છે? “પ્રતિમા અપૂજ્ય અને અવંદનીય બને છે એ પહેલાં વિકલ્પની અંદર તારી નિશ્રાના