________________
ઔષ્ટિકમતોત્સૂત્ર
જેથી કરીને બાલ્યાવસ્થામાં પ્રવ્રજ્યાના દિવસે જ દિવ્યાનુભાવે જે ન હોય તેમ પોતાનું સ્વરૂપ પોતાના મુખે જ આણે—જિનદત્તે જણાવ્યું હતું. પરંતુ મોહવશ એવા તેના ગુરુએ સમ્યગ્ સ્વરૂપ જાણ્યું નહિ ! પ્રવચનની ભાવિ બાધાનું અવશ્ય ભાવિપણું હોવાથી. તે આ પ્રમાણે :
૯૨
પ્રવ્રજ્યાસ્વીકારના પહેલે દિવસે જ સર્વદેવગણિવડે કરીને સોમચંદ્રમુનિ (જિનદત્ત) બહિર્ભૂમિ લઈ જવાયો હતો, અજ્ઞાનપણું હોવાથી તે સોમચંદ્રે ઉગેલા ઘાસના છોડવાઓને તોડ્યા, ત્યારે તેની શિક્ષા નિમિત્તે સોમચંદ્રનું રજોહરણ અને મુખવસ્તિકાને સર્વદેવગણિએ 'લઈ લીધાં, અને કહ્યું કે ‘તું વ્રત ગ્રહણ કર્યે છતે આ રોપાઓ કેમ તોડે છે ? તેથી કરીને તું તારા ઘેર જા.’ ત્યારે તે વખતે જ ઉત્પન્ન થઈ છે બુદ્ધિ જેને એવા સોમચંદ્રે કહ્યું કે ‘ગણિવડે યુક્ત કરાયું છે. પરંતુ મારી જે ચોટલી હતી તે અપાવો, જેથી કરીને હું ઘરે જાઉં.'
એ પ્રમાણે કહે છતે ગણિને આશ્ચર્ય થયું, ‘અરે ! નાનો હોવા છતાં પણ તેનું સત્ય ઉત્તરદેવાપણું કેવું છે ? અને આને જવાબ શું આપવો ?' ઇત્યાદિ જિનદત્તનું વચન સાર્ધશતક વૃત્તિમાં કહેલું છે, તેમાં ઉગેલા ક્ષેત્રના દેશભાગનું તોડવા વડે કરીને ‘હું ધર્મબીજથી અંકુરિત થયેલા એવા સંઘરૂપી ક્ષેત્રનું દેશભાગે તોડનારો થઈશ.’ એમ જણાવ્યું અને રજોહરણ અને મુખવસ્તિકા ખેંચી લેવામાં જે ‘યુક્તિ યુક્ત સારું કર્યું' એ પ્રમાણેનું બોલવાવડે કરીને ‘આ પ્રવ્રજ્યા મને અને પ્રવચનને શ્રેયઃકારી નહિ થાય' એ પ્રમાણે જણાવ્યું.
પરંતુ ‘મારી ચોટલી હતી તે અપાવો, જેથી કરીને હું ઘરે જાઉં' એ વચનવડે કરીને ‘મારે ઘરવાસ જ શ્રેય છે' એમ સૂચવ્યું, આવી વિચારણા કરવાને બદલે તે ‘સારો ઉત્તર દેનારો થયો' એવી પ્રશંસા કરી !‘બાલચેષ્ટા હોવાથી દોષ નથી' એવી શંકા ન કરવી. બાલ્યાવસ્થાની ચેષ્ટાવડે કરીને જ વૃદ્ધાવસ્થાની ચેષ્ટાનું અનુમાન થતું હોવાથી, અને કહેલું છે કે :
'पीऊण पाणिअं सरवराण पिट्ठि न दिंति सिंहिडिंभा । होही जाण कलावो ताणं चिअ एरिसा बुद्धी ॥१॥
સરોવરનું પાણી પીધા પછી સિંહના બાલકો સરોવરને પીઠ આપતાં નથી, જેનામાં આવો જ્ઞાનકલાપ-ચતુરાઈ હોય છે તેને આવી બુદ્ધિ હોય છે.' અને એથી જ કરીને શ્રી મહાવીર પ્રભુના શિષ્ય અતિમુક્તકમુનિ વડે