________________
પ્રદીપિકા
૯૧
નથી, એમ જાણવું, પરંતુ પ્રવચનની ઉપઘાતિની હોય તો તે અવશ્ય તિરસ્કારને પાત્ર છે.
હવે ભગવતી સૂત્રની અંદર કહેલું છે કે : ‘અસ્થિ ં ભંતે ! સમળા निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेंति' इत्यालापके 'पावयणंतरेहित्ति मा પદના લેશની વૃત્તિ આ પ્રમાણે છે, પ્રવચનને શીખતો હોય અથવા પ્રવચનને જાણતો હોય તો તે પ્રાવચનિક, એટ્લે કે કાલાદિની અપેક્ષાએ ઘણાં આગમોને જાણવાવાળો પુરુષ પ્રાવચનિક છે. તેમાં ‘એક પ્રાવચનિક આ પ્રમાણે કહે અને બીજો પ્રાવચનિક આ પ્રમાણે કહે, તેમાં તત્ત્વ શું ?, એવી શંકાના સમાધાનમાં કહે છે કે ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમ વિશેષે કરીને અને ઉત્સર્ગ તથા અપવાદના ભાવિતપણાવડે કરીને પ્રાવચનિકોની વિચિત્ર પ્રવૃત્તિ હોય છે. તેથી કરીને ‘આ સર્વથા પ્રમાણ છે' એમ નહિ, પરંતુ આગમ અવિરુદ્ધ પ્રવૃત્તિનું જ પ્રમાણપણું હોવાથી.
જો આમ ન હોય તો લોંકા-પાશચંદ્ર આદિની પણ પોતાની મતિકલ્પિત એવી જે સામાચારીઓ છે તેનું પણ પ્રામાણ્યપણું થઈ જાય. અને તે તને પણ અનિષ્ટ છે.
વળી આ સ્ત્રી જિનાર્ચના નિષેધથી ઊભું થયેલું ફક્ત પાતક જે નથી, પરંતુ તીર્થંકર, ગણધર આદિઓને પણ ઉત્સૂત્રભાષીપણાના કલંકદાનવડે કરીને મહાપાતકીપણું છે. જેથી કરીને જિનદત્તે પોતે જ ઉત્સૂત્રપદોદ્ઘાટનમાં કહ્યું છે. 'पूएइ मूलपडिमंपि साविआ चेइवासि सम्मत्तं । गब्भापहारकल्लाणगंपि न हु होइ वीरस्स' ॥१॥
ચૈત્યવાસી શ્રાવિકા, મૂલ પ્રતિમાને પણ પૂજે છે, અને ચૈત્યવાસીમાં સમ્યક્ત્વ છે, અને મહાવીરદેવનું ગર્ભાપહાર કલ્યાણક પણ નથી.' આ ગાથા વડે કરીને ‘સ્ત્રી જિનાર્ચના પ્રકાશકો, ઉસૂત્ર ભાષીઓ છે.' એમ ધ્વનિત કરવા દ્વારા તીર્થંકર અને ગણધર આદિઓ સ્ત્રી જિનાર્ચા પ્રકાશકો છે, અને એથી કરીને તેઓને પણ ઉત્સૂત્રભાષીપણાના કલંકદાન કરવા વડે કરીને પોતે જ ઉત્સત્રભાષી થયો, તે ચામુંડિકની પાછળ લાગેલાઓનું ચાતુર્ય જ છે, વળી સોમચંદ્ર-અપરનામ જિનદત્ત તો આવા પ્રકારનો ઉત્સૂત્ર ભાષક થાય તે યુક્ત જ છે.