________________
૯૦
ઔષ્ટિકમતોત્સત્રનથી થયું એમ નહિ, જો એવું ન હોય તો “ઊંટ પર બેસીને જિનદત્તને કેમ પલાયન થવું પડ્યું ?
એમ પણ ન કહેવું કે તે કાલે કોઈ બહુશ્રુતધર નહોતા. એવું પણ નથી, તે કાલે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી વાદીદેવસૂરિ આદિ પ્રખર શ્રતધરો હતા, તેમ સંભળાય છે. તેથી કરીને જિનદત્ત, શ્રત વ્યવહારી પણ નથી, એ વાત સિદ્ધ થઈ.
હવે ચાર વૈદ્યના દૃષ્ટાંત કરીને તારા જેવા મૂખને પણ આ વાત શ્રદ્ધાગમ્ય પ્રતીતિનો વિષય થાય છે, તે બતાવે છે, તેમાં જેને વ્યાધિ ઉત્પન્ન થયો છે તેવો ચતુર આત્મા, વૈદ્યને બોલાવીને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! વૈદ્ય ! મને વ્યાધિ ઉત્પન્ન થયો છે, ત્યારે તે વૈદ્ય કહ્યું કે ક્યાંથી ઉત્પન્ન થયો? ત્યારે તેને કહ્યું કે અવિધિકૃત ભોજન કરવાથી જ થયો છે. ત્યારે પહેલો વૈદ્ય બોલે છે કે તને ભોજનથી વ્યાધિ ઉત્પન્ન થયો હોય તો તમારી જાતિના જેટલા બધા (મનુષ્યો) છે, તેઓને ભોજન કરવું યોગ્ય નથી, એથી કરીને તારા વડે તારી જાતિના સર્વે મનુષ્યોએ ભોજન ખાવું નહિ, ક્યારેક અવિધિએ ખાવાથી રોગની ઉત્પત્તિ થવાનો સંભવ હોવાથી.
ત્યારે બીજા વૈદ્ય કહ્યું કે જેને ભોજન કર્યું હતું તેને જ નિષેધ કરવો, નહિ કે તેની જાતિના બધા બીજાઓને પણ.
ત્યારે ત્રીજા વૈધે કડવા આદિ ઔષધોવડે તેને સાજો કરે છે, અને ફરી ફરી આ વ્યાધિ ઉત્પન્ન ન થાય તેનો ઉપાય શીખવાડતો નથી.
અને ચોથો વૈદ્ય જેની વૈદક શાસ્ત્રની અંદર એક નિશ્ચિતમતિ છે, તેણે કોઈ એવી વિધિ વડે કરીને તેને એવી રીતે ખવડાવે છે કે જેથી કરીને પૂર્વે ઉત્પન્ન થયેલો વ્યાધિ શાંત થાય છે, અને નવો વ્યાધિ જીવનપર્યત થતો નથી.
હવે આ ચાર વૈદ્યો છે તેમાં તું કદાગ્રહ છોડીને વિચાર કરતાં કહેજે કે “કયા વૈદ્યના જેવો જિનદત્તાચાર્ય છે ? જો પહેલાં વૈદ્યની જેવો છે તો તારા મુખે જ કરીને તારા તીર્થકરરૂપ જે ચામુંડિક છે તેનું અગીતાર્થચક્રવર્તિપણું સિદ્ધ થયું. આ કહેવા વડે કરીને સ્ત્રી જિનાર્ચના નિષેધનો તેને દોષ આપવા જેવો નથી, ગચ્છસામાચારી હોવાથી, એ વાતનો પણ નિરાસ કર્યો.
પ્રવચનને ઉપઘાત કરનારી પ્રવૃત્તિનું અવશ્ય તિરસ્કાર્યપણું હોવાથી, અને જે ગચ્છાન્તરીય સામાચારી છે તે પ્રવચનને અવિરોધી હોય તો દૂષિત