________________
૯૪
ઔષ્ટ્રિકમતોત્સત્રજે જિનચૈત્યો છે તેને પ્રવચનના પરમાર્થને નહિ જાણનારા એવા તારા સમુદાય સિવાયની જે ભોળી સ્ત્રીઓ, જિન પ્રતિમાની પૂજા કરે છે તેને કેમ નિષેધ નથી કરતો ? અને પ્રત્યક્ષ બાધ હોવાથી નિષેધ થઈ શકે એમ જ નથી.
વળી બીજી વાત એ છે કે-અમારા પ્રતિષ્ઠિત કરેલા-ચૈત્યની અંદર ચૈત્યવંદન માટે તારે પ્રવેશ કરવો યોગ્ય નથી. કારણ કે અમારા મંદિરોમાં સ્ત્રીઓવડે યથેષ્ટ પૂજા કરાતી હોવાથી. એમ જો કહેતો હોય કે-“તમારા ભયથી કરીને ત્યાં આવીએ છીએ તો
હે દેવાનુપ્રિય ! અમારા ચૈત્યની અંદર આવવાને આશ્રીને અમારા વડે તારું નામ પણ સ્મરણ કરાતું નથી, અને આ ખાત્રીમાં તું કહે તેવા સોગંદ લેવા તૈયાર છીએ, અને આ વિષયની અંદર ઈર્ષ્યા પણ નથી; પરંતુ તારા પ્રત્યેની અનુકંપાપરાયણ એવા અમોને પ્રીતિ જ છે. “મારા પર અનુકંપા પરાયણ” એમ કેમ કહો છે ? એમ જો કહેતો હોય તો સાંભળ ! ત્યાં તે જિનમંદિરની અંદર અમારા ઉપદેશથી જાણેલો છે પ્રવચનનો પરમાર્થ જેણે એવી શાણી સ્ત્રીઓ વડે કરીને કરાતી એવી તીર્થકર ભગવંતની પૂજાને જોઈને તે જિનપૂજાની નિંદામાં તત્પર એવા અને ભગવંતની પૂજાના વૈરી એવા તારું તે ચૈત્યમાં આવવું તે નરકના હેતુરૂપ એવો તને તીવ્રકર્મ બંધનો અનુબંધ થાય છે. તેથી કરીને તે કારણને નિવારવાવાળા એવા તારા વિષે અમે અનુકંપાવાળા જ છીએ એ તાત્પર્ય જાણવું.
હવે બીજા વિકલ્પમાં-સ્ત્રીઓ વડે પૂજાયેલી પ્રતિમાઓનો વિનાશ થતો દેખાતો નથી, પરંતુ પૂર્વે કહેલા વિસ્તારવડે તારી કલ્પેલી મતિએ કલ્પેલા તારા માર્ગનો વિનાશ થાય છે, એ પ્રમાણે પ્રતિમાનું સ્વરૂપ ચણ્યું.
- હવે એ પ્રમાણે ચતુષ્કર્વી સિવાયના અન્ય દિવસે જે પૌષધનો નિષેધ, તે પણ ઊભય સંધ્યાએ કરાતાં પ્રતિક્રમણની જેમ પૌષધ પ્રાયશ્ચિત્તરૂપ છે કે સંવરરૂપ છે ?” એ પ્રમાણેના વિકલ્પમાં ઊભયરીતે ઔષ્ટિકના મુખે જ ઔષ્ટ્રિકનો તિરસ્કાર કરવો. એ પ્રમાણે બીજા વિકલ્પમાં ઉત્સુત્રનો સમૂહ, પ્રવચનને વિષે ભક્તિ રસિક એવા આત્માઓએ “આ પ્રવચન=જિનશાસન અમારા પિતાનું) બાપનું છે એ પ્રમાણે કહીને તિરસ્કાર કરવો પરંતુ ઉપેક્ષા કરવી નહિ.