________________
૫૬૨
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
(પુષ્કરવારીપાર્ધ અધિકાર ) પુખરદલબહિજગઈ, વ સંઠિઓ માણસુત્તરો સેલો વેલંધરગિરિમાણો, સીહણિસાઈ શિસઢવણો ૨૪૨ / (૧)
માનુષોત્તરપર્વત વેલંધરગિરિના પ્રમાણવાળો, બેઠેલા સિંહ જેવો, નિષધપર્વતના વર્ણવાળો, પુષ્કરવરાર્ધદ્વીપની બહારની જગતની જેમ રહેલો છે. (૨૪૨) (૧) જહ ખિત્તણગાઈણ, સંડાણો ધારએ તહેવ ઈહં ! દુગુણો અ ભદસાલો, મેરુસુયારા તહા ચેવ ૨૪૩ .. (૨)
જેમ ધાતકીખંડમાં ક્ષેત્ર-પર્વતોના સંસ્થાન છે તેમ અહીં પણ છે. ભદ્રશાલવન બમણો છે. મેરુપર્વત અને ઈક્કારપર્વતો તે જ પ્રમાણે છે. (ર૪૩)(ર) ઈહ બાહિરગયતા, ચઉરો દીહત્તિ વીસસયસહસા તેઆલીસ સહસ્સા, ઉણવીસહિઆ સયા દુષ્ણિ એ ૨૪૪ . (૩)
અહીં બહારના ૪ ગજદંતપર્વતો ૨૦,૪૩,૨૧૯ યોજન લાંબા છે. (૨૪૪) (૩) અભિતર ગયદંતા, સોલસ લખા ય સહસ છવ્વીસા સોલહિએ સયમેગં, દીહત્ત, હંતિ ચઉરો વિ . ર૪૫ . (૪)
અંદરના ચારે ય ગજદંતપર્વતો ૧૬,૨૬,૧૧૬ યોજન લાંબા છે. (ર૪૫) (૪) સેસા પમાણઓ જહ, જંબૂદીવાલ ધાઇએ ભણિઆ. દુગુણા સમા ય તે તહ, ધાઈઅસંડાઉ ઈહ છેઆ ૨૪૬ ! (૫)
શેષ ક્ષેત્રો-પર્વતો વગેરે જેમ જેબૂદીપ કરતા ધાતકીખંડમાં બમણા અને સમાન કહ્યા હતા તેમ તે ધાતકીખંડ કરતા અહીં (બમણા અને સમાન) જાણવા. (૨૪૬)(૫)