________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૫૬૧
કાલોદધિ અધિકાર
કાલોઓ સત્ય વિ, સહકુંડો વેલવિરહિઓ તત્વ । સુસ્થિઅસમકાલમહા-કાલસુરા પુવ્વપચ્છિમઓ ॥ ૨૪૦ । (૧)
કાલોદ સમુદ્ર બધે ૧,૦૦૦ યોજન ઊંડો અને વેલા વિનાનો છે. ત્યાં પૂર્વ-પશ્ચિમમાં સુસ્થિત દેવ જેવા કાલ-મહાકાલ દેવો છે. (૨૪૦) (૧)
લવણમ્મિ વ જહસંભવ, સસિરવિદીવા ઇહં પિ નાયવ્વા । ણવર સમંતઓ તે, કોસદુગુચ્ચા જલસ્તુવર્ષિં ॥ ૨૪૧ ॥ (૨)
લવણસમુદ્રની જેમ અહીં પણ યથાસંભવ (જેમ સંભવે તેમ) ચંદ્રદ્વીપ અને સૂર્યદ્વીપ જાણવા, પણ તેઓ ચારેબાજુથી પાણીની ઉપર ૨ ગાઉ ઊંચા છે. (૨૪૧) (૨)
કાલોદધિ અધિકાર સમાપ્ત
• આપણે કર્યુ પચ્ચક્ખાણ લેવાનું એ નક્કી કોણે કરવાનું આપણે કે ગુરુએ ? ગુરુ સમજી વિચારીને જ પચ્ચક્ખાણ આપે. જે આપે તે લઈ લેવું. એમની કૃપાથી પચ્ચક્ખાણનું અવશ્ય પાલન થઈ જાય.
ચારિત્ર એટલે મન-વચન-કાયા ગુરુને સમર્પિત કરવા.
-