________________
૫૫૮
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
તહ પણણવઈ ચઉણઉઅ, અદ્ધચઉણઉએ અદ્વૈતીસા ય ।
દસ સયાઇ કમેણં, પણઠ્ઠાણ પિહુત્તિ હિટ્ટાઓ ॥ ૨૨૯ ॥ (૫)
તથા ૯,૫૦૦, ૯,૪૦૦, ૯,૩૫૦, ૩,૮૦૦, ૧,૦૦૦ યોજન નીચેથી ક્રમશઃ પાંચ સ્થાનો (મૂળ, ભૂતલ, નંદનવન, સૌમનસવન અને શિખર) માં પહોળાઈ છે. (૨૨૯) (૫) ણઇકુંડદીવવણમુહ-દહદીહરસેલકમલવિત્થા ।
ણઇઉંડાં ચ તહા, દહદીહાં ચ ઇહ દુગુણું ॥ ૨૩૦ | (૬)
નદી, કુંડ, દ્વીપ, વનમુખ, દ્રહ, દીર્ઘપર્વતો (વર્ષધ૨૫ર્વતો), કમળોની પહોળાઈ અને નદીની ઊંડાઈ તથા દ્રહની લંબાઈ અહીં બમણી છે. (૨૩૦) (૬)
ઇંગલમ્મુ સત્તસહસા, અડ સય ગુણસીઇ ભદ્દસાલવણું | પુવ્વાવરદીહંત, જામુત્તર અક્રસીભઇએં ॥ ૨૩૧ ॥ (૭)
ભદ્રશાલવન પૂર્વ-પશ્ચિમમાં ૧,૦૭,૮૭૯ યોજન લાંબુ અને તેને ૮૦ થી ભાગીએ તેટલું દક્ષિણ-ઉત્તર પહોળું છે. (૨૩૧)(૭) બહિ ગયદંતા દીહા, પણલખ્ખણસયરિસહસ દુગુણટ્ટા | ઇઅરે તિલક્ખછપ્પણ-સહસ્સ સય દુણ્ણિ સગવીસા II ૨૩૨ ॥ (૮) બહારની તરફના ગજદંતપર્વતો ૫,૬૯,૨૫૯ યોજન લાંબા છે. બીજા (અંદરની તરફના ગજદંતપર્વતો) ૩,૫૬,૨૨૭ યોજન લાંબા છે. (૨૩૨) (૮)
ખિત્તાણુમાણઓ સેસ-સેલણઇવિજયવણમુહાયામો ।
ચઉલદીહ વાસા, વાસવિજયવિત્થરો ઉ ઇમો ॥ ૨૩૩ II (૯)