________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
પપ૩
ણવ ગુણહત્તરિ જાઅણ, બહિ જલુવરિ ચત્ત પણણવઇભાયા. એએ મઝે ણવ સય, તેસટ્ટા ભાગ સગસયરિ . ૨૧૦. (૧૬)
આ પર્વતો બહાર (જબૂદ્વીપની દિશામાં) પાણીની ઉપર ૯૬૯ ૪૦/૯૫ યોજન છે અને મધ્યમાં (લવણસમુદ્રની શિખા તરફ) પાણીની ઉપર ૯૬૩ ૭૭/૯૫ યોજન છે. (૨૧૦) (૧૬) હિમવંતતા વિદિસી-સાણાઇગયાસુ ચઉસુ દાઢાસુ | સગ સગ અંતરદીવા, પઢમચઉષ્ઠ ચ જગઈઓ ને ૨૧૧ . (૧૭) જોઅણતિસએહિં તઓ, સયસયqઢી અ છસુ ચઉકેસુ ! અણુણજગઈઅંતરિ, અંતરસમવિત્થર સ ૨૧૨ . (૧૮)
હિમવંતપર્વતના છેડાથી ઈશાન વગેરે વિદિશામાં નીકળેલી ૪ દાઢાઓ ઉપર ૭-૭ અંતરદ્વીપો છે. પહેલા ચાર દ્વિીપો જગતીથી ૩૦૦ યોજને છે. પછી દ્વીપોના પરસ્પર અંતરમાં અને જગતિથી અંતરમાં ૬ ચતુષ્કોમાં ૧૦૦-૧૦૦ યોજનની વૃદ્ધિ છે. બધા દ્વીપો અંતર સમાન પહોળા છે. (૨૧૧, ૨૧૨) (૧૭, ૧૮) પઢમચઉલ્લુચ્ચ બહિ, અઢાઈઅોઅણે આ વિસંસા / સયરિંસવુદ્ધિ પરઓ, મક્ઝદિસિ સવિ કોસદુર્ગ ૨૧૩ . (૧૯)
પહેલા ચાર દીપો બહાર (જબૂદીપની દિશામાં) ૨ ૧/૨ ૨૦/૯૫ યોજન ઊંચા છે. ત્યાર પછી (દરેક ચતુષ્ક) ૭૮૯૫યોજનની વૃદ્ધિ થાય છે. મધ્યદિશામાં (લવણશિખાની દિશામાં) બધા દ્વીપો ર ગાઉ ઊંચા છે. (૨૧૩) (૧૯) સવૅ સવેઈઅંતા, પઢમચઉક્કમિ તેસિ નામાઈ | એગોએ આભાસિઅ, વેસાણિએ ચેવ લંગૂલે . ૨૧૪ . (૨૦)