________________
૫૫૨
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ બાયાલસહસ્તેહિ, પુલ્વેસાણાઈદિસિવિદિસિ લવણે | વેલંધરાણુવેલ-ધરરાઈણ ગિરિસુ વાસા | ૨૦૫ (૧૧)
લવણસમુદ્રમાં પૂર્વ વગેરે અને ઈશાન વગેરે દિશા-વિદિશામાં ૪૨,000 યોજન પછી પર્વતો ઉપર વેલંધર અને અનુલંધર રાજાઓના આવાસો છે. (૨૦૫) (૧૧) ગોધૂળે દગભાસે, સંખે દગસીમ નામિ દિસિ સેલે / ગોથંભો સિવદેવો, સંખો આ મણોસિલો રાયા છે ૨૦૬ . (૧૨) કક્કોડે વિજ્પભે, કેલાસ રુણપણે વિદિસિ સેલે | કક્કોડગુ કદમઓ, કેલાસરુણપ્પહો સામી | ૨૦૭ / (૧૩)
ગોસ્તૂપ, દકભાસ, શંખ, દકસીમ નામના દિશાના પર્વતો ઉપર ગોસ્તૂપ, શિવદેવ, શંખ અને મણશીલ દેવો રાજા છે. કર્કોટક, વિદ્યુ—ભ, કૈલાસ, અરુણપ્રભ નામના વિદિશાના પર્વતો ઉપર કર્કોટક, કર્દમક, કેલાસ, અરુણપ્રભ દેવો સ્વામી છે.(૨૦૬, ૨૦૭), (૧૨, ૧૩) એએ ગિરિણો સર્વે, બાવીસહિઆ ય દસસયા મૂલે / ચઉસય ચઉવીસહિઆ, વિત્યિણા હુતિ સિહરતલે . ૨૦૮ (૧૪)
આ બધા પર્વતો મૂળમાં ૧,૦રર યોજન અને શિખરતલે ૪રપ યોજન પહોળા છે. (૨૦૮) (૧૪) સરસ સય ઇગવીસા, ઉચ્ચત્તે તે સવેઇઆ સવ્વ | કણશંકરયયફાલિહ, દિસાસુ વિદિસાસુ રયણમયા ૨૦૯(૧૫)
વેદિકા સહિતના તે બધા પર્વતો ૧,૭૨૧ યોજન ઊંચા છે. દિશામાં પર્વતો સુવર્ણ, એકરત્ન, રજત અને સ્ફટિકના છે અને વિદિશામાં પર્વતો રત્નમય છે. (૨૦૯) (૧૫)