________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
અણે લહુપાયાલા, સગ સહસા અડ સયા સચુલસીઆ । પુવ્વત્તસયંસપમાણા, તત્વ તત્વ પ્પએસેસુ ॥ ૨૦૦ | (૬)
તે તે પ્રદેશોમાં પૂર્વે કહેલા પાતાલકલશોથી ૧૦૦મા ભાગના પ્રમાણવાળા, બીજા ૭,૮૮૪ લઘુ પાતાલકલશ છે. (૨૦૦) (૬) કાલો અ મહાકાલો, વેલંબપભંજણે અ ચઉસુ સુરા | પલિઓવમાઉણો તહ, સેસેસુ સુરા તયદ્વાઊ ॥ ૨૦૧ ॥ (૭)
ચાર પાતાલકલશોના અધિષ્ઠાયક ૧ પલ્યોપમના આયુષ્યવાળા કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન દેવો છે. શેષ પાતાલકલશોના અધિષ્ઠાયક તેનાથી અડધા આયુષ્યવાળા દેવો છે. (૨૦૧) (૭) સવ્વેસિમહોભાગે, વાઊ મઝિલ્લયÆિ જલવાઊ । કેવલજલમુવરિલ્લે, ભાગદુગે તત્વ સાસુવ્વ ॥ ૨૦૨ ॥ (૮) બહવે ઉદારવાયા, મુચ્છતિ ખુ ંતિ દુણ્ણિ વારાઓ । એગઅહોરiતો, તયા તયા વેલપરિવુઠ્ઠી ॥ ૨૦૩ ॥ (૯)
બધા પાતાલકલશોના નીચેના ભાગમાં વાયુ છે, મધ્યભાગમાં જલ અને વાયુ છે, ઉપરના ભાગમાં માત્ર પાણી છે. તે પાતાલકલશોમાં બે ભાગોમાં એક અહોરાત્રમાં બે વાર શ્વાસની જેમ ઘણા ઔદારિક વાયુઓ ઉત્પન્ન થાય છે અને ખળભળે છે. ત્યારે ત્યારે વેલાની વૃદ્ધિ થાય છે. (૨૦૨, ૨૦૩) (૮, ૯) બાયાલસÊિદુસરિ-સહસા નાગાણ મઝુરિબાહિઁ। વેલં ધરત કમસો, ચઉહત્તરુલ તે સવ્વે ॥ ૨૦૪ | (૧૦) ૪૨,૦૦૦, ૬૦,૦૦૦, ૭૨,૦૦૦ નાગકુમાર દેવો ક્રમશઃ વચ્ચે-ઉપર-બહાર વેલાને ધારણ કરે છે. તે બધા ૧,૭૪,૦૦૦ છે. (૨૦૪) (૧૦)
૫૫૧