________________
૫૪૮
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૧૯,૫૮,૬૮,૧૮૬ યોજન ૧૦ કળા ૫ વિકળા એ મહાહિમવંતપર્વતનું પ્રતર છે. (૮) ચઉપષ્ણ કોડીઓ, લક્ના સીઆલ તિસયરિ સહસ્સા અટ્ટ સયં સમરિ સત્ત ય, કલાઓ પર તુ હરિવાસે || ૯ છે.
પ૪,૪૭,૭૩,૮૭૦ યોજન ૭ કળા - આ હરિવર્ષક્ષેત્રનું પ્રતર છે. () બાયાલ કોડિયું, લખા ચઉપણ સહસ છાસટ્ટી / પણ સય ગુણહત્તરિ કલ, અઢાર ણિસહસ્સ પયરમિi || ૧૦ ||
૧,૪૨,૫૪,૬૬,પ૬૯ યોજન ૧૮ કળા – આ નિષધપર્વતનું પ્રતર છે. (૧૦) તેસરું કોડિયું, લખા સગવષ્ણુ સહસ ગુણયાલા તિ સય દુઉત્તર દસ કલ પણરસ વિકલા વિદેહદ્ધ ૧૧ |
૧,૬૩,૫૭,૩૯,૩૦ર યોજન ૧૦ કળા ૧૫ વિકળા – આ મહાવિદેહાંર્ધક્ષેત્રનું પ્રતર છે. (૧૧)
ઘનગણિતની સંગ્રહગાથા દસજોઅણુસ્સએ પુણ, તેવીસ સહસ્સ લમ્બ ઈગવણા | જોઅણ છાવત્તરિ છે, કલા ય વેઅઢઘણગણિએ | ૧ |
૧૦ યોજનની ઊંચાઈમાં વૈતાદ્યપર્વતનું ઘનગણિત પ૧,૨૩,૦૭૬ યોજન ૬ કળા છે. (૧) અટ્ટ સયા પણયાલા, તીસ લમ્બા તિહુત્તરિ સહસ્સા પણરસ કલા ય ઘણો, દસુસ્સએ હોઈ બીઅમિ || ૨ |
બીજા ૧૦ યોજનની ઊંચાઈમાં વૈતાદ્યપર્વતનું ઘનગણિત ૩૦,૭૩,૮૪૫ યોજન ૧૫ કળા છે. (૨) સત્તહિઆ તિણિ સયા, બારસ ય સહસ્સ પંચ લખા ય અવરા ય બારસ કલા, પણુસ્સએ હોઈ ઘણગણિએ || ૩ ||
પ યોજન ઊંચાઈમાં વૈતાદ્યપર્વતનું ઘનગણિત ૫,૧૨,૩૦૭ યોજન અને બીજી ૧૨ કળા છે. (૩)