________________
૫૪૧
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ગહરિકખતારગાણું, સંખે સસિસંખસંગુરૂં કાઉં | ઇચ્છિયદીવુદહિમિ ય, ગઢાઈમાણે વિઆણેહ ૧૮૦ ||
ગ્રહ-નક્ષત્ર-તારાની સંખ્યાને ચંદ્રની સંખ્યાથી ગુણીને ઈચ્છિતીપ-સમુદ્રમાં ગ્રહ વગેરેનું પ્રમાણ જાણ. (૧૦૦) ચઉ ચઉ બારસ બારસ, લવણે તહ ધાયઈમ્મિ સસિસૂરા ! પરદહિદીવેસુ અ, તિગુણા પવિત્સસંજુત્તા ૧૮૧ |
લવણસમુદ્રમાં અને ધાતકીખંડમાં ૪-૪ અને ૧૨-૧૨ ચંદ્રસૂર્ય છે. પછીના સમુદ્રો-દ્વીપોમાં (પૂર્વેના દ્વીપ-સમુદ્રના ચંદ્ર-સૂર્યને) ત્રણ ગુણા કરીને તેની પૂર્વેના દીપ-સમુદ્રના ચંદ્ર-સૂર્ય ઉમેરીએ એટલા ચંદ્ર-સૂર્ય છે. (૧૮૧) સરખિત્ત જા સમસે-ણિચારિણો સિગ્દસિગ્ધતરગઈણો . દિકૃિપહમિંતિ ખિન્ના-શુમાણઓ તે ણરાણેd ૧૮૨ |
જ્યાં સુધી મનુષ્યક્ષેત્ર છે ત્યાં સુધી ચંદ્ર-સૂર્ય સમશ્રેણિએ ચરનારા અને શીઘ્ર-વધુ શીવ્ર ગતિવાળા છે. તે (ચંદ્ર-સૂર્ય) ક્ષેત્રને અનુસારે મનુષ્યોને આ રીતે દૃષ્ટિમાર્ગમાં આવે છે- (૧૮૨) પણસય સત્તત્તીસા, ચઉતીસસહસ્સ લખઈગવીસા | પુખરદીવઠ્ઠણરા, પુવૅણ અવરેણ પિચ્છતિ ૧૮૩ |
પુષ્કરદ્વીપાઈના મનુષ્યો પૂર્વમાં અને પશ્ચિમમાં ૨૧,૩૪,૫૩૭ યોજને રહેલ સૂર્યને જુવે છે. (૧૮૩) ણરખિત્તબહિ સસિરવિ-સંખા કરણેતરહિં વા હોઈ તહ તથ ય જોઇસિયા, અચલદ્ધપમાણ સુવિમાણા રે ૧૮૪ |
મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્ર-સૂર્યની સંખ્યા (ઉપરના કરણથી) કે બીજા કરણોથી થાય છે. તથા ત્યાં જ્યોતિષના સુંદર વિમાનો સ્થિર છે અને અર્ધપ્રમાણવાળા છે. (૧૮૪)