SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૫૩૯ ચંદ્ર અને સર્યના પ૬/૬૧ યોજન અને ૪૮) ૬૧ યોજન માનવાળા ક્રમશઃ ૧૫ અને ૧૮૪ મંડલ છે. તેમના આંતરા એકએક ઓછા છે. (૧૭) પણીસજોએણે ભાગ-તીસ ચઉરો આ ભાગ સગા(ભા)યા અંતરમાણે સસિણો, રવિણો પણ જાણે દુણિ | ૧૭૧ | ચંદ્રના મંડલોનું અંતર ૩૫ ૩૦/૬૧ ૪/૭ યોજન છે, સૂર્યના મંડલોનું અંતર ૨ યોજન છે. (૧૭૧). દીવંતો અસિઅસએ, પણ પણસટ્ટી આ મંડલા તેસિં! તસહિઅતિસય લવણે, દસિગુણવીસ સયં કમસો ને ૧૭૨ / તેમના ચંદ્ર અને સૂર્યના) જંબૂદ્વીપમાં ૧૮૦ યોજનમાં ક્રમશઃ ૫ અને ૬પ મંડલ છે, તથા લવણસમુદ્રમાં ૩૩૦ યોજનમાં ક્રમશઃ ૧૦ અને ૧૧૯ મંડલ છે. (૧૭૨) સસિસસિરવિરવિ અંતરિ, મઝે ઇગલ તિસય સાહૂણો . સાહિઅદુસયરિપણચઇ-બહિ લખો છસય સાઠહિઓ / ૧૭૩ / ચંદ્ર-ચંદ્ર અને સૂર્ય-સૂર્યનું અંતર સર્વ અત્યંતર મંડલમાં ૧ લાખ યોજનમાં ૩૬૦ યોજન ન્યૂન છે પછી સાધિક ૭ર યોજના અને સાધિક ૫ યોજનની વૃદ્ધિ થાય છે. સર્વ બાહ્યમંડલમાં અંતર ૬૬૦ યોજન અધિક ૧ લાખ યોજન છે. (૧૭૩) સાહિએ પણસહસ તિહુતરાઈ, સસિણો મુહુતગઈ મચ્છે છે બાવણહિઆ સા બહિ, પઇમંડલ પણિચકવુઢી . ૧૭૪ | સર્વઅત્યંતર મંડલમાં ચંદ્રની મુહૂર્તગતિ સાધિક ૫,૦૭૩યોજન છે, સર્વબાહ્ય મંડલમાં તે (સા. ૫,૦૭૩ યોજન) પર યોજનથી અધિક (એટલે સા. ૫,૧૨૫ યોજન) ચંદ્રની મુહૂર્તગતિ છે. દરેક મંડલમાં (મુહૂર્તગતિમાં) પોણા ૪ યોજનની વૃદ્ધિ થાય છે. (૧૭૪).
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy