________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
પણતીસ સહસ ચઉ સય, છડુત્તરા સયલવિજયવિસ્તંભો । વણમુહદુગવિખંભો, અડવણ સયા ય ચોયાલા || ૧૬૫ || સગ સય પણ્ણાસા ણઇ-પિદ્ઘત્તિ ચઉવર્ણી સહસ મેરુવણે । ગિરિવિત્હરિ ચઉ સહસા, સવ્વસમાસો હવઇ લખ્ખું | ૧૬૬ ||
બધી (એક બાજુની ૧૬) વિજયોની પહોળાઈ ૩૫,૪૦૬ યોજન છે. બે વનમુખોની પહોળાઈ ૫,૮૪૪ યોજન છે. નદીઓની પહોળાઈ ૭૫૦ યોજન છે. મેરુપર્વત અને વનની પહોળાઈ ૫૪,૦૦૦ યોજન છે. પર્વતોની પહોળાઈ ૪,૦૦૦ યોજન છે. બધુ મળીને ૧ લાખ યોજન છે. (૧૬૫, ૧૬૬) જોઅણસયદસગંતે, સમધરણીઓ અહો અહોગામા । બાયાલીસસહસેહિં, ગંતું મેરુમ્સ પચ્છિમઓ ।। ૧૬૭ ॥ મેરુપર્વતથી પશ્ચિમમાં ૪૨,૦૦૦ યોજન જઈને સમપૃથ્વીથી નીચે ૧,૦૦૦ યોજનને અંતે અધોગ્રામ છે. (૧૬૭) ચઉ ચઉતીસં ચ જિણા, જહણમુક્કોસઓ અ હુંતિ કમા । હરિચક્કિબલા ચઉરો, તીસં પત્તેઅમિહ દીવે ॥ ૧૬૮ ॥
આ જંબુદ્રીપમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ક્રમશઃ ૪ અને ૩૪તીર્થંક૨ તથા વાસુદેવ-ચક્રવર્તી-બળદેવ દરેક ૪ અને ૩૦ હોય છે. (૧૬૮) સસિદુગરવિદુગચારો, ઇહ દીવે તેસ ચારિખ તુ । પણ સય દસુત્તરાઈ, ઇંગઢિહાયા (ભાગા) ય અડયાલા II ૧૬૯ ॥ આ જંબુદ્રીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય ચાર ચરે છે. તેમનું ચાર ક્ષેત્ર ૫૧૦ ૪૮/૬૧ યોજન છે. (૧૬૯) પણરસ ચુલસીઇસયં, છપ્પણડયાલભાગમાણાઈ । સસિસૂરમંડલાઈ, યંતરાણિગિગહીણાઈ ।। ૧૭૦ 11
૫૩૮