SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૫૧૫ વૈડૂર્યનું, જાંબુનદસુવર્ણના મધ્યપાંદડાવાળું, તપનીયસુવર્ણના બહારના પાંદડાવાળુ અને લાલ કેસરાવાળુ છે. (૩૮) કમલદ્વપાયપિહુલુ-ચકણગમયકણિગોરિ ભવ । અદ્વેગકોસપિહુદી-હચઉદસયચાલધણુહુચ્ચું ॥ ૩૯ ॥ કમળના (વિસ્તારના) અડધા અને પા ભાગની પહોળાઈ અને ઊંચાઈવાળી સુવર્ણની કાર્ણિકા ઉપર અડધો અને એક ગાઉ પહોળુલાંબુ અને ૧,૪૪૪ ધનુષ્ય ઊંચું ભવન છે. (૩૯) પચ્છિમદિસિ વિષ્ણુ ધણુપણ-સય ઉચ્ચ ઢાઈજ્જસય પિહુપવેસં । દારતિગં ઇહ ભવણે, મઝે દહદેવિસયણિજ્યું ॥ ૪૦ || આ ભવનમાં પશ્ચિમ દિશા સિવાય ૫૦૦ ધનુષ્ય ઊંચા, ૨૫૦ ધનુષ્ય પહોળા પ્રવેશવાળા ત્રણ દ્વાર છે અને વચ્ચે દ્રદેવીની શય્યા છે. (૪૦) તં મૂલકમલદ્દષ્પ-માણકમલાણ અહિઅસએણું । પરિખિĒ તબ્મવર્ણ-સુ ભૂસણાઈણિ દેવીણું ॥ ૪૧ ।। તે મૂળકમળ મૂળકમળના અડધા પ્રમાણવાળા ૧૦૮ કમળો વડે પરિવરાયેલું છે. તેના ભવનોમાં દેવીઓના આભૂષણ વગેરે છે. (૪૧) મૂલપઉમાઉ પુબ્વિ, મહયરિયાણં ચઉહ ચઉ પઉમા । અવરાઈ સત્ત પઉમા, અણિઆહિવઈણ સત્તહુઁ || ૪૨ || મૂળકમળથી પૂર્વમાં ચાર મહત્તરિકાના ચાર કમળ છે, પશ્ચિમમાં ૭ સેનાધિપતિના ૭ કમળ છે. (૪૨) વાયવ્વાઇસુ તિસુ સુરિ-સામણસુરાણ ચઉદસહસ પઉમા । અટ્ઠદસબારસહસા, અન્ગેઆઇસુ તિપરિસાણું ॥ ૪૩ ॥ વાયવ્ય વગેરે ત્રણ દિશામાં દેવીઓના સામાનિક દેવોના ૧૪,૦૦૦ કમળો છે, અગ્નિ વગેરે ત્રણ દિશામાં ત્રણ પર્ષદાના ૮,૦૦૦-૧૦,૦૦૦-૧૨,૦૦૦ કમળો છે. (૪૩)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy