________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
બાવર્ણાહિઓ સહસો, બાર કલા બાહિરાણ વિત્યારો । મઝિમગાણ દસુત્તર-બાયાલસયા દસ કલા ય ॥ ૨૭ ॥ અભ્ભિતરાણ દુકલા, સોલસહસ્સડસયા સબાયાલા । ચઉચત્તસહસ્સ દો સય, દસુત્તરા દસ કલા સવ્વુ ॥ ૨૮ ॥
૫૧૩
બહારના પર્વતોની પહોળાઈ ૧,૦૫૨ યોજન ૧૨ કળા છે. મધ્યના પર્વતોની પહોળાઈ ૪,૨૧૦ યોજન ૧૦ કળા છે. અંદરના પર્વતોની પહોળાઈ ૧૬,૮૪૨ યોજન ૨ કળા છે. બધાની પહોળાઈ ૪૪,૨૧૦ યોજન ૧૦ કળા છે. (૨૭, ૨૮) ઇગચઉસોલસંકા, પુવ્રુત્તવિહીઅ ખિત્તજુઅલતિગે । વિસ્થારૂં બિંતિ તહા, ચઉસžિકો વિદેહસ્સ ॥ ૨૯ || લાખથી ગુણી તેને ૧૯૦થી ભાગવાથી ૧-૪-૧૬ અંકો ક્ષેત્રના ત્રણ જોડકાનો અને ૬૪ અંકને મહાવિદેહનો વિસ્તાર કહે છે. (૨૯) પંચ સયા છવ્વીસા, છચ્ચ કલા ખિત્તપઢમજુઅલમ્મિ । બીએ ઇગવીસસયા, પણુત્તરા પંચ ય કલા ય || ૩૦ || ચુલસીસય ઇગવીસા, ઇક્કકલા તઇઅંગે વિદેહિ પુણો | તિત્તીસસહસ છસય, ચુલસીઆ તહા કલા ચઉરો ॥ ૩૧ ||
ક્ષેત્રોના પહેલા જોડકામાં ૫૨૬ યોજન ૬ કળા, બીજા જોડકામાં ૨,૧૦૫ યોજન પ કળા, ત્રીજા જોડકામાં ૮,૪૨૧ યોજન ૧ કળા અને મહાવિદેહમાં ૩૩,૬૮૪ યોજન ૪ કળા પહોળાઈ છે. (૩૦, ૩૧) પણપક્ષસહસ સગ સય, ગુણણઉઆ ણવ કલા સયલવાસા । ગિરિખિત્તકસમાસે, જોઅણલખ્ખું હવઇ પુછ્યું ॥ ૩૨ ॥ બધા ક્ષેત્રોની પહોળાઈ ૫૫,૭૮૯યોજન ૯ કલા છે. પર્વતો અને ક્ષેત્રોની પહોળાઈનો સ૨વાળો કરવાથી ૧ લાખ યોજન પૂર્ણ થાય છે. (૩૨)
પણ્ણાસસુદ્ધ બાહિર-ખિત્તે દલિઅમ્મિ દુસય અડતીસા । તિણિ ય કલા ય એસો, ખંડચઉક્કસ વિસ્તંભો ॥ ૩૩ ॥